વડોદરા મંડળના વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારીએ રાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપમાં સુવર્ણ અને કાંસ્ય પદક જીત્યા

SHARE:

વડોદરા,
પશ રેલવેના વડોદરા મંડળના વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી અવિનાશેનેશનલ ઓપન ઈન્ડિપેન્ડન્સ કરાટે ચેમ્પિયનશિપ–2026માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં કાતા સ્પર્ધામાં સુવર્ણ પદક તથા કુમિતે સ્પર્ધામાં કાંસ્ય પદક જીતી વડોદરા મંડળ અને પશ્ચિમ રેલવેનું ગૌરવ વધાર્યું છે. વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકેએ શ્રી અવિનાશને આ નોંધપાત્ર સિદ્ધિ બદલ હાર્દિક અભિસ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ પાઠવી છે.
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના જનસંપર્ક અધિકારી શ્રી અનુભવ સક્સેના દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી અનુસાર, આ પ્રતિષ્ઠિત સ્પર્ધાનું આયોજન વડોદરાના સામા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું.અવિનાશે સિનિયર વર્ગમાં ભાગ લઈ પોતાની કુશળતા, શિસ્ત અને દૃઢ નિશ્ચયનું શાનદાર પ્રદર્શન કર્યું હતું.
અવિનાશની આ સિદ્ધિ “Excellence Beyond Duty”ની ભાવનાને સાર્થક કરે છે.પોતાની સરકારી ફરજો સાથે રમતગમતના ક્ષેત્રમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને તેમણે વડોદરા મંડળનું ગૌરવ વધાર્યું છે.તેમની આ સફળતા અન્ય રેલ કર્મચારીઓને પણ ફરજની સાથે રમતગમત તેમજ અન્ય ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!