ભરૂચ,
યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવા માટે “તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ”નું આયોજનતા. 23 ઓગસ્ટ 2026ના રોજ કંથારીયા ખાતે આવેલ સાજિદ દલાલ હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારોહમાં ભરૂચ શહેરના વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર કુલ 252 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં 37 ગ્રેજ્યુએટ તથા પોસ્ટ-ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ, 65 HSC Scienceના વિદ્યાર્થીઓ, 50 HSC Generalના વિદ્યાર્થીઓ તેમજ 100 SSCના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે જનાબ મોહમ્મદ હનીફ તથા ગેસ્ટ ઑફ ઑનર તરીકે જનાબ અબ્દુલ ગની પંજાબી ઉપસ્થિત રહ્યા હતા.બંને મહાનુભાવોએ તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
કાર્યક્રમની આગેવાની UMAના પ્રમુખ જનાબ અબ્દુલ રહીમ શેખ દ્વારા કરવામાં આવી હતી. સંસ્થાના જનરલ સેક્રેટરી જનાબ ઈમ્તિયાઝ ખાન પઠાણ તથા પ્રોજેક્ટ ચેરમેન જનાબ પરવેઝ લકડાવાલાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.સમારોહનું સુંદર સંચાલન સિરાજ સૈયદ,ઈલ્યાસ ફ્રૂટવાલા તથા વસીમ શેખ દ્વારા કરવામાં આવ્યું હતું.
UMA દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓની મહેનત અને સિદ્ધિઓને જાહેરમાં બિરદાવવાનો તેમજ સમાજના અન્ય વિદ્યાર્થીઓને પણ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.
“શિક્ષણ એ સમાજની પ્રગતિનો પાયો છે” — આ વિચાર સાથે UMA દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની આ પહેલને ઉપસ્થિત મહાનુભાવોએ અને વાલીઓએ આવકારી હતી.




