– રાજપીપલાની ટ્રાફિક સમસ્યા,દબાણ દૂર કરવા,જિલ્લામાં ફ્રુટ અને ટ્રક સેફટીની કચેરી તથા તોલમાં કચેરી નથી વિશે ચર્ચા કરી : કલેકટરે સમસ્યાના નિકાલની ખાતરી આપી
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ના રાષ્ટ્રીય સચિવ જયંતભાઈ કથીરિયા ગુજરાત પ્રાંત અધ્યક્ષ વસંતભાઈ પટેલ તથા કમલેશભાઈ શાહ નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી સદર ટીમે માન્ય કલેક્ટર ગંગાસિંહની મુલાકાત લીધી હતી અને જિલ્લાના પ્રશ્નોની ચર્ચા કરી હતી.જેમાં મુખ્યત્વે રાજપીપલાને ટ્રાફિક સમસ્યા દબાણ દૂર કરવા જિલ્લામાં ફ્રુટ અને ટ્રક સેફટીની કચેરી તથા તોલમાં કચેરી નથી તે વિશે ચર્ચા કરતા કલેક્ટરે સંપૂર્ણ સહકાર આપેલ અને તમામની સમસ્યાના નિકાલની ખાતરી આપી હતી.ટીમની સાથે અખિલ ભારતીય ગુજરાત પ્રાંતના કારોબારી સભ્ય પ્રવિણસિંહ ગોહિલ અધ્યક્ષ સુરજભાઈ મિસ્ત્રી અને મહામંત્રી નીતિનભાઈ ભાવસાર જોડાયા હતા.




