ધી રાણીપુરા ગ્રુપ મલ્ટીપર્પઝ સોસાયટી લી.ની વાર્ષિક સાધારણ સભા યોજાતા નવી કમિટીની નિમણૂક કરી ચેરમેન વાઈસ ચેરમેન સેક્રેટરી નિમાયા

SHARE:

– ચેરમેન પદે સોહીલ દેસાઈ,વાઈસ ચેરમેન પદે હર્ષદ પટેલ અને સેક્રેટરી તરીકે જયેન્દ્ર પટેલની નિયુક્તિ કરવામાં આવી

(જ્યશીલ પટેલ, ઝઘડીયા)

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ૧૯૫૯ માં સ્થાપના થયેલ ધી રાણીપુરા ગ્રુપ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ ની ૬૭ મી વાર્ષિક સાધારણ સભા રાણીપુરા ગામના શ્રી જગન્નાથ મહાદેવ મંદિર સંકુલમાં યોજાય હતી.વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા મુજબના કામો કરવામાં આવ્યા હતા.ત્યાર બાદ આવનાર પાંચ વર્ષ માટે વધુ કમિટી સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. ઉપરાંત ચેરમેન વાઈસ ચેરમેન અને સેક્રેટરીની નિમણૂક કરવામાં આવી હતી.

ચેરમેન તરીકે સોહીલભાઈ દેસાઈ (એડવોકેટ) તથા વાઈસ ચેરમેન તરીકે હર્ષદભાઈ પટેલ (ગગનભાઇ) ની નિયુક્તિ કરવામાં આવી હતી.સોસાયટીના ચેરમેન તરીકે જયેન્દ્રભાઈ પટેલ ની નિયુક્તિ કરવામાં આવી હતી, સોસાયટીના જુના કમિટીના સભ્યો ઉપરાંત વધુ નવા ડિરેક્ટર તરીકે (૧) વિશાલભાઈ પટેલ (૨) રાજુભાઈ વસાવા (૩) સન્મુખભાઈ પટેલ (૪) ભૌમિકભાઈ પટેલ (૫) કુંજેશભાઈ પટેલ (વિરલ) (૬) નયનાબેન પટેલ (એડવોકેટ) ની નવી નિયુક્તિ આપવામાં આવી હતી. સોસાયટીની વાર્ષિક સાધારણ સભા બાદ મદદનીશ જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ (હાઉસિંગ) ભરૂચ ના ભાવિકાબેન પટેલનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો.મદદનીશ જિલ્લા રજીસ્ટાર ભાવિકાબહેનનું સોસાયટીના કમિટી સભ્યો ઉપરાંત રાણીપુરાના ગ્રામજનો,સોસાયટીના સભાસદો તેમજ ગોવાલી સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી દ્વારા સાલ અર્પણ કરી તેમ જ મોમેન્ટો આપી તેમનુ સન્માન કરવામાં આવ્યું હતું,

સોસાયટીની વાર્ષિક સાધારણ સભા મદદનીશ જિલ્લા રજીસ્ટાર બહેનનો સન્માન બાદમાં સોસાયટીની પ્રથમ કમિટીની મીટીંગ મળી હતી, જેમાં નવનિયુક્ત ચેરમેન વાઇસ ચેરમેન તેમજ નવા કમિટી સભ્યો નો પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તથા આવનારા સમયમાં સોસાયટી દ્વારા જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર નો પરવાનો મેળવી એનું વેચાણ શરૂ કરવાની વાત દોહરાવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!