નર્મદા જિલ્લાના મહાત્મા ગાંધી આશ્રમ શાળા મોસ્કુટના બાળકોને ફૂડ પોઈઝનિંગ અસર

SHARE:

– ડેડીયાપાડા ખાતે તાત્કાલિક સારવાર બાદ રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લાના મહાત્મા ગાંધી આશ્રમ શાળા મોસ્કુટના બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળતા દોડધામ મચી જવા પામી છે.અસર તરત જ બાદ પહેલા સરકારી હોસ્પિટલ ડેડીયાપાડા ખાતે સારવાર હેઠળ ખસેડાયા હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ડેડીયાપાડા ખાતેથી તાત્કાલિક સારવાર બાદ રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતાં. જોકે આશ્રમ શાળા બાળકોને થયેલ ફૂડ પોઈઝનિંગનું કારણ હજુ સુધી જાણવા મળેલ નથી.આશ્રમ શાળાના 8 થી 10 બાળકો ને ફૂડ પોઈઝનિંગ થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.જેને કારણે વાલીઓમાં ચિંતાનો વિષય બન્યો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!