વરસાદ ખેંચાતા ચોમાસુ સહિતના પાક પર સંકટના વાદળો

SHARE:

(ભાવેશ પંડ્યા, ભાલોદ)

ભાલોદ સહિત ઝઘડિયા તાલુકામાં ખેડૂતો ચિંતિત, મેઘરાજાની મહેરબાનીની રાહ જોઈ રહ્યા છે.ભાલોદ સહિત ઝઘડિયા તાલુકા અને ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાતા પાક પર સંકટના વાદળો ઘેરાયા છે. વરસાદની લાંબી ખેંચને કારણે ખેતરોમાં ઉભેલા કપાસના છોડને પૂરતા પ્રમાણમાં ભેજ મળી રહ્યો નથી, જેના કારણે પાકના વિકાસ પર અસર થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે.વરસાદ ખેંચાતા ખેતરોમાં પૂરતો ભેજ ન રહેતા કપાસ, તુવેર, દિવેલા સહિતના પાક સુકાઈ જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે.હાલ તડકો અને ઉકળાટના કારણે પાકને ભારે અસર પહોંચી રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર, દવા અને મજૂરી પાછળ ખર્ચ કર્યા બાદ કપાસ તુવેર. દિવેલા સહીત ચોમાસુ ના પાકનું વાવેતર કર્યું છે. હવે લાબા સમય થી વરસાદ ન પડતા પાકને બચાવવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ખેડૂતો સતત આકાશ તરફ મીટ માંડી મેઘરાજાની મહેરબાનીની રાહ જોઈ રહ્યા છે.જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં વરસે તો ઉભા પાકને ભારે નુકસાન થવાની સાથે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડી શકે છે. જેથી ઝઘડિયા તાલુકા સહિત સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતો હવે સારા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!