આમોદના મછાસરા ગામમાં ઘર આંગણે આવેલી ખુલ્લી ગટરમાં બે વર્ષનો બાળક ખાબકતા મોતને ભેટ્યો

SHARE:

ભરૂચ,

આમોદના મછાસરા ગામમાં ઘર આંગણે આવેલી ખુલ્લી ગટરમાં બે વર્ષનો બાળક ખાબકતા મોતને ભેટતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.

ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના મછાસરા ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.ઘર આંગણે આવેલી ખુલ્લી ગટરમાં બે વર્ષનો માસૂમ વિહાન ખાબકી ગયો હતો.માસૂમ ગટરમાં ખાબક્યાની જાણ થતાં પરિવારજનો અને ગ્રામજનોએ શોધખોળ શરૂ કરી હતી.કલાકો સુધી શોધખોળ કર્યા બાદ માસૂમનો મૃતદેહ ગટર માંથી મળી આવ્યો હતો.પ્રથમ રિક્ષા મારફતે અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની મદદથી આમોદ CHC ખાતે લઈ જવામાં આવ્યો હતો.જોકે, તબીબોના પ્રયાસો છતાં વિહાનને બચાવી શકાયો નહોતો.ગામમાં સ્ટ્રીટ લાઈટનો અભાવ હોવાના કારણે અંધારામાં ખુલ્લી ગટર વધુ જોખમી બની હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.ઘરઆંગણે ખુલ્લી ગટર હોવા છતાં તેના પર ઢાંકણું કેમ ન મૂકાયું અને જવાબદારી કોની હતી તેવા સવાલો ઉઠી રહ્યા છે.સ્થાનિકોમાં સવાલ છે કે ખુલ્લી ગટર અંગે અગાઉથી કોઈ ફરિયાદ કરવામાં આવી હતી કે નહીં અને જો હતી તો કાર્યવાહી કેમ ન થઈ? સ્ટ્રીટ લાઈટ અને ગટર જેવી મૂળભૂત સુવિધાઓની જાળવણીમાં બેદરકારીના ગંભીર આક્ષેપો વચ્ચે હવે તંત્ર જવાબદાર સામે શું પગલાં લે છે તે જોવાનું રહેશે.ઘટનાને પગલે મછાસરા ગામમાં શોક સાથે તંત્ર સામે રોષનો માહોલ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!