પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના વિવાદાસ્પદ નિવેદનથી ગુજરાતના રાજકારણમાં હલચલ 

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ગુજરાતના રાજકારણમાં અવારનવાર પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેનારા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નર્મદા જિલ્લાના સાગબારાનાં ખોપી ગામે યોજાયેલા ખેડૂત સંમેલનમાં એક અત્યંત વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે.આ નિવેદનને લઈને રાજ્યમાં રાજકીય અને સામાજિક સ્તરે ઘમાસાણ મચી ગયું છે.

ખેડૂત સંમેલનને સંબોધતી વખતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અનામત અને સામાજિક વર્ગો અંગે ખુલીને વાત કરી હતી.પોતાના સંબોધન દરમ્યાન તેમણે વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું હતું કે જે લોકો અનામતનો વિરોધ કરે છે અને આદિવાસી સમાજની સ્થિતિ વિશે નથી સમજતા, જો તેવા સામાન્ય વર્ગના લોકો એટલે કે વાણિયા, બ્રાહ્મણ અને પટેલ સમાજના લોકો માથે મેલું ઉપાડવાનું કામ કરે તો હું તેમને દર મહિને 50,000 રૂપિયા પગાર આપવા તૈયાર છું. બાપુના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલાએ વધુમાં કહ્યું હતું કે, 27 વિધાનસભા અનામતના માલિક 10-15 સીટ ટ્રાઈબલની એવી કે જે એ ધારે વિધાનસભા એ સભ્ય જીતે પણ એ નોન ટ્રાઈબલ હોય. કરજણ છે, ડભોઈ છે, હાલોલ, ઘણા વિસ્તાર છે આ. અનામત કોઈ મહેરબાની કરીને નથી આપેલી, આખી જિંદગી ભોગવ્યુ છે. હું ઘણા બધાને કહું કે તમારે જો મેલુ ઉપાડવાની નોકરી કરવી હોય, તમે પટેલ, વાણિયા અને બ્રાહ્મણો કોઈ પણ હોય જે આના વિરોધી હોવ, તો મેલુ ઉપાડવા માટે મહિને 50,000 પગાર હું તમને આપું, તમે આ લોકોનું મેલુ ઉપાડો. આદિવાસી સમાજ જે હાલતમાં રહે, તમે આ હાલતમાં રહો, તો તમને ખબર પડે કે આ  લોકો કઈ હાલતમા જીવે છે.એમને લાઈટ નહીં, પાણી નહીં, એવી કોઈ જ સુવિધાઓ આજે પણ નસીબ નથી. એવા ઠેકાણે વર્ષોનો અન્યાયજે એમને થયો એનું વળતર આ અનામત છે.

આ નિવેદન સામે આવતાની સાથે જ ગુજરાતભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિશેષ કરીને બ્રાહ્મણ સમાજ અને અન્ય  સમાજો દ્વારા શંકરસિંહ વાઘેલાના આ નિવેદનની આકરી ટીકા કરવામાં આવી રહી છે. બ્રહ્મ સમાજ સહિતના અન્ય સમાજના સંગઠનોએ આ નિવેદનને અત્યંત અપમાનજનક અને વાહિયાત ગણાવ્યું છે. વિરોધ વ્યક્ત કરતા સામાજિક આગેવાનોએ જણાવ્યું છે કે, પૂર્વ મુખ્યમંત્રી જેવા જવાબદાર પદે રહેલા વરિષ્ઠ નેતાએ આવી ભાષા વાપરવી શોભતી નથી અને જો તેમને આવા કાર્યોનો જ મહિમા કરવો હોય તો તેની શરૂઆત તેમણે પોતાનાથી જ કરવી જોઈએ. શંકરસિંહ વાઘેલાએ તાત્કાલિક નિવેદન પરત ખેંચીને માફી માંગે નહીંતર ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.જોકે શંકરસિંહ વાઘેલાના નિવેદન બાદ કર્મકાંડી બ્રહ્મ સમાજ, પટેલ સમાજ દ્વારા  વિરોધ પણ શરૂ થયો છે.તો સમર્થન મા પણ લોકો સામે આવ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!