– નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદીનો લાભ લેવા ભક્તજનોને ભાવભીનું આમંત્રણ
ભરૂચ,
આમોદ તાલુકાના તેલોદ ગામે શરદ પૂર્ણિમાના શુભ અવસરે નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.ગામના વારાહી માતાજીના મંદિરે તા.૨૫ ઓક્ટોબર ૨૦૨૬ને રવિવારે નવચંડી યજ્ઞ યોજાશે.નવચંડી યજ્ઞના આયોજનને લઈને ગ્રામજનો તથા ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
તેલોદ ગામ તેમજ બહારગામ વસતા ભક્તો, ભાઈઓ-બહેનો, મિત્રો અને વડીલોને ધાર્મિક પ્રસંગમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.તેલોદ ગામે યોજાનાર નવચંડી યજ્ઞના મુખ્ય યજમાન તરીકે રણછોડભાઈ ખુશાલભાઈ પટેલ રહેશે.સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાય તે માટે આયોજકો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.કાર્યક્રમના અંતે સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.સમસ્ત તેલોદ ગામ વતી દિનેશ પટેલ દ્વારા તમામ ભક્તજનોને પ્રસાદીનો લાભ લેવા તથા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ધાર્મિક પ્રસંગની શોભા વધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




