જંબુસરના ગામવાડી વિસ્તારમાં ગટરના પાણી રોડ પર ફરી વળતા સ્થાનિકોમાં ભારે આક્રોશ

SHARE:

– નવરાત્રિ તહેવાર પૂર્વે નગરપાલિકા કામગીરી કરે તેવી માંગ

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર શહેરના ગામવાડી વિસ્તારની પાછળ આવેલા વાઘેલા વાસ અને ભાથીજી દાદાના મંદિર પાસે છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી ઉભરાઈને મુખ્ય રોડ પર ફરી વળતા સ્થાનિક વાઘેલા સમાજના લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.

સ્થાનિક રહીશો અને વાઘેલા સમાજના લોકોએ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે આ સમસ્યા અંગે તેઓ અવારનવાર જંબુસર નગરપાલિકામાં રજૂઆત કરવા માટે જાય છે,પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસર કે કોઈ જવાબદાર કર્મચારી તેમની સમસ્યા પ્રત્યે ધ્યાન આપતા નથી અને તેમની રજૂઆતો કાને ધરવામાં આવતી નથી.આગામી દિવસોમાં હિન્દુઓનો પવિત્ર તહેવાર નવરાત્રિ આવી રહ્યો છે. આ ઉપરાંત, ભાથીજી દાદાના મંદિરે દર્શન કરવા જવાનો પણ મુખ્ય રસ્તો આ જ છે. ફળિયામાં અને રોડ પર ગટરના ગંદા પાણી ભરાયેલા હોવાને કારણે સ્થાનિકો તેમજ શ્રદ્ધાળુઓ માટે અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો હતો કે, “આટલી ગંદકી અને દુરગંધ વચ્ચે અમે અમારો પવિત્ર તહેવાર કેવી રીતે ઉજવીએ?”લાંબા સમયથી ચાલતી ગટર ઉભરાવાની આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ ન આવતા વાઘેલા સમાજ અને સ્થાનિક રહીશોએ જંબુસર નગરપાલિકા તંત્રને નમ્ર અપીલ કરી છે કે, નવરાત્રિના તહેવાર પૂર્વે જ આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને રોડ પરથી ગટરના પાણીનો નિકાલ કરવામાં આવે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!