– રાજવી પરિવાર યુવરાજ માનવેન્દ્ર સિંહની મંદિરના 6 ટ્રસ્ટીઓ અને મંત્રી સામે પોલીસ ફરિયાદ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપલા હરસિદ્ધિ માતા મંદિર પરિસરમાં ઈન્ટેક દ્વારા સત્તાવાર મુકેલ હેરિટેજ બોર્ડ હટાવી દેવાતા રાજવી પરિવાર અને ટ્રસ્ટીઑ વચ્ચે વિવાદ સર્જાયો છે.રાજવી પરિવાર યુવરાજ માનવેન્દ્ર સિંહની મંદિરના 6 ટ્રસ્ટીઓ અને મંત્રી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.જેમાં (1) સી.એમ.પટેલ મંત્રી હરસિદ્ધિ માતાજી મંદિર (2) અનિરુદ્ધસિંહ ગોહિલ (3) સુરેશ વસાવા (4) રવી દેશમુખ (5) રમણસિંહ રાઠોડ (6) નિરજ પટેલ અને
(7) શ્રી ઉત્કર્ષ પંડયા ટ્રસ્ટીઓ સામે ફરિયાદ કરવામાં આવી છે.
હરસિદ્ધિ માતા મન્દીર ના ટ્રસ્ટી અને ઇન્ટેક ચેપટરના કન્વીનર માનવેન્દ્રસિંહ ગોહિલે રાજપીપલા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
યુવરાજના જણાવ્યા અનુસાર રાજવી પરિવારનું પ્રાચીન હરસિદ્ધિ મન્દિર હેરિટેજ પ્રોપર્ટી છે.હેરિટેજ પ્રોપર્ટી મન્દિર ની દેખરેખ માટે ઈન્ટેકને જવાબદારી સોંપી છે ત્યારે એનું બોર્ડ હટાવી દેતા રાજપીપલા પરિવારમાં રોષ જોવા મળ્યો છે આજે મીડિયાસામે યુવરાજે જણાવ્યું હતું કે ઇન્ટેકનું બોર્ડ ઉખાડીને ફેંકી દેવામાં આવ્યું છે તેની સામે અમારો વિરોધ છે ઈન્ટેકનુ બોર્ડ ગેરકાયદેસર રીતે હટાવવાનો ભારતમાં આ પ્રથમ બનાવ હોવાનું યુવરાજે જણાવ્યું હતું.આ બોર્ડ મામલતદારની જાણ કરીને તેમની સંમતિથી મુકવામાં આવ્યું હતું.અમારી પૂર્વ જાણ, સંમતિ અથવા અધિકૃત મંજૂરી વિના દૂર કરવા, સત્તાવાર હેરિટેજ-
સંરક્ષણ કામગીરીમાં અનધિકૃત હસ્તક્ષેપ કરવાનો તથા મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના પ્રયાસનો ટ્રસ્ટીઓ સામે ગંભીર આરોપ કર્યો છે.આ મંદિર ઈન્ટેકના નેજા હેઠળ આવેલું હોવાનું બોર્ડ હટાવતા હેરિટેજ વિભાગ દિલ્હી સુધી તેના પડઘા પડ્યા છે.પૂર્વગ્રહ વિના,ઘટના સ્થળના CCTV ફૂટેજ,સાક્ષીઓ, ફોટોગ્રાફ્સ, વીડિયો તથા અન્ય ઉપલબ્ધ પુરાવાઓના આધારે દરેક વ્યક્તિની ભૂમિકા અંગે નિષ્પક્ષ તપાસ કરવાની અને ટ્રસ્ટીઓ સામે કાયદેસર ના પગલાં લેવાની માંગ કરાઈ છે.આ બોર્ડ કોણે દૂર કર્યું?કોના સૂચનથી દૂર કર્યું?તે સમયે સ્થળ પર કોણ કોણ હાજર હતું?બોર્ડ દૂર કરવા માટે કોઈ સત્તાવાર પરવાનગી આપવામાં આવી હતી કે કેમ?બોર્ડ હાલમાં ક્યાં રાખવામાં આવ્યું છે અને તેની હાલની સ્થિતિ શું છે?તેની પણ તપાસ કરવાની માંગ કરાઈ છે.તાત્કાલિક અસરથી બોર્ડ યથાવત જગ્યાએ મુકવાની માંગ કરાઈ છે.




