વેપારીનો 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા ફટકારતી રાજપીપલા કોર્ટ

SHARE:

– 3 લાખ ૮ ટકા લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ હુકમ : રકમ ન ચૂકવે તો વધુ ચાર માસની સાદી કેસની સજાનો હુકમ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા) 

રાજપીપલાના વેપારીનો 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા રાજપીપલા કોર્ટે ફટકારી છે અને

3 લાખ ૮ ટકા લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ હુકમ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપલાના વેપારી કમલેશભાઈ અરૂણભાઈ ભૈયાએ નાંદોદના કરાંઠા ગામના રહેવાસી પ્રફુલભાઈ ભાઈલાલભાઈ પટેલને રૂપીયા ત્રણ લાખ હાથ ઉછીના આપેલ હતા અને જેની જવાબદારી સ્વિકારતા પ્રફુલભાઈ ભાઈલાલભાઈ પટેલે ફરીયાદી કમલેશભાઈ અરૂણભાઈ ભૈયાને 3 લાખનો ચેક લખી આપેલ હતો જે ચેક બેંકમાંથી રીટર્ન થતા ફરીયાદી કમલેશભાઈ ભૈયાએ રાજપીપલાના એડિશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ફરીયાદ પ્રફુલભાઈ ભાઈલાલભાઈ પટેલ વિરૂધ્ધ દાખલ કરેલ હતી.જે કામે ફરીયાદી તરફે સિનિયર વકીલ સુરેશચંદ્ર કે.જોષીને રોકી કેસ નામદાર કોર્ટમાં ચલાવેલ,જે કેસ ચાલીજતા નામદાર કોર્ટે ફરીયાદી તરફેના સિનિયર વકિલસુરેશચંદ્ર કે. જોષી ની ધારદાર દલીલો અને કાયદાકીય ચુકાદાઓને ધ્યાને લઈ પ્રફુલભાઈ પટેલને ૧ વર્ષની સાદી કેદની સજા તથા ફરીયાદની રકમ ૩,૦૦,૦૦૦ હુકમ તારીખથી ૮ ટકા લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો હુકમ કરેલ છે.તથા જો ચુકવવામાં કસુર કરે તો વધુ ચાર માસની સાદી કેસની સજાનો હુકમ કરેલ છે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!