(જ્યોતિ જગતાપ, રાજપીપળા)
રાષ્ટ્રીય એકતા પરેડ પહેલાં એકતાનગરમાં ડેન્ગ્યુનો કહેર જોવા મળતા દોડધામ મચી જવા પામી છે.આસામથી એકતાનગર આવેલા BSFના 21 જવાનોનો ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.આસામથી આવેલી 40 જવાનોની ટુકડીમાં 21 જવાનોને ડેન્ગ્યુનો ચેપ લાગ્યો છે.એક પછી એક જવાનોને તાવ આવતાં તપાસ કરાતા ડેન્ગ્યુ પોઝિટિવ હોવાનું જણાયું છે.
ડેન્ગ્યુના કેસ સામે આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.ડેન્ગ્યુ પોઝિટિવ જવાનોને એકતાનગર ટ્રોમા સેન્ટર ખાતે ખસેડાયા છે.ત્યાં તેમની સારવાર ચાલી રહી છે અને તબીબો દ્વારા રોજે રોજ તેમના બ્લડ સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે.
31 ઓક્ટોબરની રાષ્ટ્રીય એકતા પરેડમાં જવાનો ભાગ લઈ શકશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે.જો કે,આગામી દિવસોમાં સ્વાસ્થ્યમાં સુધારોથાય તો તેઓ પરેડમાં જોડાઈ શકે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.



