ઝઘડિયાના દમલાઈ ગામે મારામારીની બે ઘટનાઓ : બન્નેમાં પોલીસ ફરિયાદ થતા એક મહિલા સહિત કુલ ૧૧ સામે ગુનો નોંધાયો

SHARE:

– ગ્રામ પંચાયતની ચુંટણી સમયની અદાવતના ઝઘડામાં એક યુવકને પત્થર મારતા ઈજા : બીજી ઘટનામાં નરેશ સાથે કેમ કામ કરે છે એમ કહી ઝઘડો કર્યો

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દમલાઈ ગામે ગત ગ્રામ પંચાયતની ચુંટણી સમયની અદાવતમાં મારામારી થઈ હોવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.મારામારીની આ ઘટનામાં એક યુવકને કપાળ પર પત્થર મારતા તે ઈજાગ્રસ્ત થયો હતો. ઝઘડિયા પોલીસ મથક માંથી મળતી વિગતો મુજબ મુકેશભાઈ પુનિયાભાઈ વસાવા રહે.ગામ દમલાઈ તા.ઝઘડિયાએ ફરિયાદ લખાવી હતી કે તા.૨૫ ના રોજ રાત્રીના સમયે તેઓ પોતાના ઘરે હાજર હતા તે દરમ્યાન તેમને ખબર મળી હતીકે ગામના કેટલાક લોકો તેમના દિકરા રિતેશ સાથે બોલાચાલી અને ગાળાગાળી કરતા હતા.આ મુજબની જાણ થતા તેઓ ઘટના સ્થળે ગયા ત્યારે ગામના કેટલાક લોકો તેમના દિકરા સાથે ઝઘડો કરતા હોવાનું જણાયું હતું.ત્યાર બાદ મામલો ઉગ્ર બનતાં આરોપીઓ પૈકીના સુખદેવ વસાવાએ નજીકમાંથી પત્થર લઈને રિતેશને કપાળ પર મારતા આંખની ઉપરના ભાગે ઈજા થઈ હતી.આ ઘટના દરમ્યાન એક મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ રિતેશ સાથેના ઝઘડામાં સામેલ થયેલ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.આ ઝઘડો ગત ગ્રામ પંચાયતની ચુંટણીની અદાવતે થયો હતો.રિતેશને કપાળની ઉપરના ભાગે પત્થર વાગતા તે ઇજાગ્રસ્ત થતા એમ્બ્યુલન્સ બોલાવી તેને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઈ જવાયો હતો.ઘટના અંગે ઈજાગ્રસ્ત રિતેશના પિતા મુકેશભાઈ પુનિયાભાઈ વસાવા રહે.ગામ દમલાઈ નાએ પ્રેમીલાબેન સુખદેવ વસાવા, આદિત્ય ભરતભાઈ વસાવા, નરેશભાઈ સુખદેવ વસાવા, સુરેન્દ્ર સુખદેવ વસાવા અને સુખદેવ છગન વસાવા તમામ રહે.દમલાઈ તા.ઝઘડિયા જી.ભરૂચના વિરુધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર તપાસ હાથધરી હતી.જ્યારે મારામારીની અન્ય ઘટનામાં દૈવિકભાઈ રમેશભાઈ વસાવા રહે.ગામ કંચનપરી તા.ઝઘડિયાનાએ ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ તે વ્યવસાયે ઇલેક્ટ્રિશિયનનું કામ કરતો હોઈ તા.૨૫ નારોજ સવારથી રાજપારડી ખાતે કામ કરવા ગયો હતો.ત્યાર બાદ રાતના સાડા આઠ વાગ્યે મોટરસાયકલ લઈને પાછો ફરતો હતો તે દરમ્યાન દમલાઈ ગામે મંદિર પાસે કેટલાક લોકો હાજર હતા.તે વખતે શૈલેશભાઈ પુનિયાભાઈ વસાવાએ તેમની મોટરસાયકલ ઉભી રખાવેલ અને કહેવા લાગેલ કે તું નરેશ સાથે કેમ કામ કરે છે,તેમ કહી તેણે દૈવિકને તમાચો મારી દીધો હતો.તે સમયે ત્યાં હાજર લોકો પૈકી મુકેશ પુનિયાભાઈ વસાવાએ પણ તેને તમાચો મારી દીધો હતો.આ ઘટના સંદર્ભે દૈવિક વસાવાએ કુલ છ ઈ સમો શૈલેશ પુનિયાભાઈ વસાવા,મુકેશ પુનિયાભાઈ વસાવા,પિયુશ શૈલેશભાઈ વસાવા,રિતેશ મુકેશભાઈ વસાવા,રોહિત રમેશભાઈ વસાવા તેમજ વિશાલ શૈલેશભાઈ વસાવા તમામ રહે.ગામ દમલાઈ તા.ઝઘડિયાના વિરૂધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!