રોઝા ટંકારીયા ગામે પંચાયતની પરવાનગી વિના ગૌચરની જમીન પર કોન્ટ્રાક્ટરે પ્લાન્ટ નાખતાં વિવાદ સર્જાયો

SHARE:

દહેજ – આમોદને જોડતા રોડના કામને કારણે પ્લાન્ટ નાખતા કોન્ટ્રાક્ટ સામે રોષ

ભરૂચ,

ભરૂચ જિલ્લાના દહેજથી આમોદને જોડતા માર્ગની કામગીરી દરમ્યાન રોઝાટંકારીયા ગામે કોન્ટ્રાક્ટ દ્વારા ગ્રામ પંચાયતની પરવાનગી વિના પ્લાન્ટ નાખતા વિવાદ સર્જાયો હતો.રોડની કામગીરી માટે ગામ નજીક વોટરવર્ક્સની ટાંકી પાસે આવેલી ગોચરની જમીનમાં ગ્રામ પંચાયતની મંજૂરી વિના પ્લાન્ટ નાખવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે ગ્રામજનો, સરપંચ, પંચાયતના સભ્યો અને ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

ગ્રામજનોના આક્ષેપ મુજબ પ્લાન્ટની કામગીરીને કારણે ગામની આસપાસના વિસ્તારમાં તેમજ નજીકનાં ખેતરોમાં ઉભા પાકને નુકસાન થયું હતું.આ મુદ્દે ગામના સરપંચ, પંચાયતના સભ્યો અને ખેડૂતોએ કોન્ટ્રાક્ટર સમક્ષ રજૂઆત કરી વિવાદિત ગૌચરની જમીન પર ચાલતી કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગ કરી હતી.આ મામલે ગ્રામ પંચાયત દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપવામાં આવી છે.એટલું જ નહીં, સમગ્ર બાબતે તાલુકા વિકાસ અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ભરૂચ જિલ્લા કલેક્ટરને પણ લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે રોડની કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગની પરવાનગી લેવામાં આવી છે અને જે જગ્યાએ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે તે જમીન માર્ગ અને મકાન વિભાગની માલિકીની છે.હવે સવાલ એ ઊભો થાય છે કે વિવાદિત જમીનની વાસ્તવિક માલિકી કોની છે? પ્લાન્ટ નાખવા માટે કઈ કઈ મંજૂરીઓ લેવામાં આવી છે?જો જમીન ગૌચરની હોય તો તેનો ઉપયોગ કઈ સત્તાના આધારે કરવામાં આવ્યો? અને ખેડૂતોના ઉભા પાકને થયેલા નુકસાનની જવાબદારી કોણ લેશે? હાલ ગ્રામજનો દ્વારા વિવાદિત સ્થળે ચાલતી કામગીરી અટકાવી તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. હવે તંત્ર સ્થળ તપાસ કરીને જમીનના રેકોર્ડ, મંજૂરીઓ અને પાકને થયેલા નુકસાન અંગે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.રોડનું કામ વિકાસ માટે છે,પરંતુ વિકાસની કામગીરીમાં ગ્રામજનોના હક, ગૌચરની જમીન અને ખેડૂતોના ઉભા પાકને નુકસાન ન થાય તે પણ એટલું જ જરૂરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!