– એરફોર્સના બે હેલિકોપ્ટર દ્વારા સરદાર સાહેબની પ્રતિમા પર પુષ્પવર્ષા કરી ભાવવંદના વ્યક્ત કરાઈ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬’ની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાનગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે સરદાર સાહેબના ચરણપૂજન કરી ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ સાથે ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટર દ્વારા સરદાર સાહેબની પ્રતિમા પર પુષ્પવર્ષા કરીને તેમને ભાવવંદના અર્પણ કરવામાં આવી હતી.
વડાપ્રધાને આ પ્રસંગે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના પ્રતીક સમાન સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને ભાવપૂર્વક યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.સરદાર સાહેબના દૃઢ નેતૃત્વ, અડગ રાષ્ટ્રનિષ્ઠા અને અખંડ ભારતના નિર્માણ માટેના અદમ્ય સંકલ્પનું સ્મરણ કરીને દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ જાળવી રાખવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.



