ઝઘડિયાના ધોળાકુવા ગામે મોટરસાયકલ સવાર યુવક પર લોખંડની પાઈપથી હુમલો કરાતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે અંકલેશ્વર લઈ જવાયો

SHARE:

(જ્યશીલ પટેલ, ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધોળાકુવા ગામે એક યુવક પર લોખંડની પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.જેમાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે લઈજવામાં આવ્યો હતો.બનાવ અંગે ઝઘડિયા પોલીસ મથકે એક શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ધોળાકુવા ગામના નિશાળ ફળિયામાં રહેતો ૪૫ વર્ષીય હરેશભાઈ દિવેસીંભાઈ વસાવા ડ્રાઈવિંગ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.ગત તા. ૪ નવેમ્બર ૨૦૨૬ના રોજ રાત્રિના આશરે આઠ વાગ્યાના અરસામાં તે પોતાની બાઇક લઈને ઘરે જઈ રહ્યો હતો તે દરમ્યાન ગામના કનુભાઈ અભેસિંગભાઈ વસાવા તેના ઘર પાસેથી નીકળીને આવ્યો હતો અને હરેશભાઈ પર તેના હાથમાં રહેલી લોખંડની પાઇપ વડે માથાના ભાગે હુમલો કર્યો હતો.આ હુમલામાં હરેશભાઈને માથા સહિત શરીરના અન્ય ભાગે ઇજાઓ પહોંચી હતી અને તે મોટરસાયકલ સાથે નીચે પડી ગયો હતો. બનાવને પગલે આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા.ત્યાર બાદ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઈજાગ્રસ્તને સારવાર અર્થે અંકલેશ્વર ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.આ બનાવ અંગે ઈજાગ્રસ્ત હરેશભાઈ વસાવાએ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કનુભાઈ અભેસિંગભાઈ વસાવા રહે.ધોળાકુવા તા.ઝઘડિયાના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ હાથધરી હતી.
આ ઝઘડો કયા કારણોસર થયો હતો તેની કોઈ વિગત પોલીસ ફરિયાદમાંથી જાણવા મળી નહતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!