(ભાવેશ પંડ્યા,ભાલોદ)
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે એક ઘર પાસે ઝેરી કોબ્રા સાપ જોવા મળતાં સ્થાનિક લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.ઘરની નજીક ઝેરી સાપ હોવાની જાણ થતાં સાપ પકડવામાં માહેર સ્થાનિક યુવકોને જાણ કરવામાં આવી હતી.
જાણ થતાં જ રેસ્ક્યૂ માટે પહોંચેલા યુવકોએ સાપ પકડવાની ખાસ સ્ટિકની મદદથી ભારે જહેમત અને સાવચેતીપૂર્વક ઝેરી કોબ્રા સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું.યુવકોએ પોતાની કુશળતા અને તકેદારીથી સાપને સુરક્ષિત રીતે પકડી લીધો હતો.
સફળ રેસ્ક્યૂ બાદ સાપને માનવ વસતીથી દૂર એકાંત વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી મૂકવામાં આવ્યો હતો.આ કામગીરીથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.



