અંકલેશ્વરના અયોધ્યા નગર-1માં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી 7 લાખના માલમત્તાની ચોરીને અંજામ આપ્યો

SHARE:

ભરૂચ,

અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામે આવેલા અયોધ્યા નગર-1માં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી 7 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે

અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામે આવેલા અયોધ્યા નગર-1માં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે.તસ્કરોએ મકાન બંધ હોવાનો લાભ ઉઠાવી ઘરના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઘરમાંથી અંદાજે રૂ.7 લાખની કિંમતની માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

મકાનમાં ચોરી થયાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.ઘટનાની જાણ GIDC પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મકાનનું નિરીક્ષણ કરી ચોરી અંગેની વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી.

આ મામલે મકાન માલિક બ્રિજેશ કુમાર પાલે GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.તસ્કરો કઈ રીતે મકાનમાં ઘૂસ્યા અને ચોરી કર્યા બાદ કઈ દિશામાં ફરાર થયા તે સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી પોલીસ તપાસ કરી રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!