આમોદ કોર્ટ પાસે ગેરકાયદે બનાવેલા જોખમી સ્પીડ બ્રેકરે એક મહિલાનો જીવ લીધો

SHARE:

– ગેરકાયદે બનાવેલા જોખમી સ્પીડ બ્રેકર ઉપર સફેદ પટ્ટા પણ દોરેલા નહોતા

ભરૂચ,

આમોદ કોર્ટ પાસે આજ રોજ બપોરના એક કલાકે ગેરકાયદે બનાવેલા જોખમી સ્પીડ બ્રેકરને કારણે એક મહિલાનું મોત થયું હતું.ગેરકાયદે બનાવેલા બમ્પને કારણે બાઇક ઉપર પસાર થતા પતિ – પત્ની ગંભીર રીતે પટકાયા હતા.જ્યાં બાઇક પાછળ બેઠેલી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમોદ પોલીસે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી હતી.

વાગરા તાલુકાના વિલાયત ગામના સૈયદ સિરાજભાઈ પોતાની પત્ની સુભાનબીબી સાથે બાઈક ઉપર પાલેજથી આમોદ તરફ આવી રહ્યા હતા ત્યારે આમોદ કોર્ટ પાસે આજ રોજ બપોરના એક કલાકે ગેરકાયદે બનાવેલા જોખમી સ્પીડ બેકર (બમ્પર) ઉપરથી પસાર થતા પતિ – પત્ની નીચે રોડ ઉપર ફંગોળાયા હતા.જ્યાં પત્ની સુભાનબીબીને વધુ ઇજાઓ થતા તેમને સારવાર માટે ૧૦૮ મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું.આ દુઃખદ ઘટનાને પગલે વિલાયત ગામ સહિત પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.બીજી તરફ આમોદ કોર્ટ નજીક ગેરકાયદે બનાવેલા બમ્પર પાસે સૂચનાત્મક બોર્ડ અને સુરક્ષાનાં પગલાં અંગે પણ સવાલો ઊભા થયા હતા.તેમજ ગેરકાયદે બનાવેલા સ્પીડ બ્રેકર ઉપર સફેદ પટ્ટા પણ દોરવામાં આવ્યા નહોતા.ત્યારે સંબંધિત તંત્ર દ્વારા સ્થળની તપાસ કરી માર્ગ સલામતી માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!