(જ્યોતિ જગતાપ, રાજપીપળા)
નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત દેશ ના પુર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ ના જન્મ જયંતી નિમિત્તે નવાગામ ખાતે તેમણે સરદાર સરોવર ડેમ પરિયોજના ના પાયા નું ઉદઘાટન કર્યું હતું એ જગ્યાએ સાફ સફાઈ કરી ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પૂર્વ ધારાસભ્ય પી ડી વસાવાએ જણાવ્યું હતું કે પંડિત નહેરુએ નર્મદા ડેમ પરિયોજનાના પાયાનાનું કામ કર્યું હતું.એ જગ્યાએ કોંગ્રેસ કાર્યકરોએ સફાઈ અભીયાન આદર્યું હતું.
પંડિત નહેરૂ 17 વર્ષ દેશના વડાપ્રધાન રહ્યાં હતાં.દેશના વિકાસમાં પંડિતજીનું અનોખું યોગદાન રહ્યું હતું , વિદેશ નીતિ, આયોજન પંચ,પાંચ વર્ષીય યોજના માં તેમની મહત્વની ભૂમિકા રહી હતી.અહીં નવાગામ મુકામે ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનાની ખાતમુહૂર્ત પંડિત નહેરુના હસ્તે થઈ હતી.દેશના વિકાસમાં પંડિત નહેરુંનું મોટું યોગદાન રહ્યું હતું.આ પ્રસંગે નાંદોદ વિધાનસભા ના પુર્વ ધારાસભ્ય પીડી વસાવા,કોંગ્રેસના આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



