– ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2026/2027ની તિલકવાડા તાલુકાને મળતી અલગ અલગ હેડની ગ્રાન્ટ પૈકીનાં વિકાસનાં કામોની યાદીમાં ગરબડ ગોટાળા!
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2026/2027ની તિલકવાડા તાલુકાને મળતીઅલગ અલગ હેડની ગ્રાન્ટ પૈકીનાં વિકાસનાં કામોની યાદીમાં ગરબડ ગોટાળા હોવાની ચોકાવનારી હકીકત બહાર આવવા પામી છે.આ અંગે રાજપીપલા પ્રાયોજના વહીવટદાર સામે તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ તથા હોદ્દેદારોએ વિકાસના કામોની યાદીમાં ફેરફાર કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરતું આવેદનપત્ર આજે રાજપીપલા ખાતે જિલ્લા કલેક્ટરને તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ તથા હોદ્દેદારોએ આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.તિલકવાડા તાલુકા પંચાયતનાં પ્રમુખ અને ગુજરાત પેટર્ન સમિતિના સભ્યોએ કલેકટરને આવેદનપત્ર આપી પ્રાયોજના વહીવટદાર દ્વારા આપેલ તિલકવાડા તાલુકાનાં વિકાસનાં કામોની યાદીમાં સૂચવેલ વિકાસનાં કામોની બાદબાકી કરી પોતાની મનમાની કરવાનો ગંભીર આરોપ કર્યો છે.
પ્રયોજના વહીવટદારે પોતાની મનમાની કરી પોતાના વિકાસનાં કામોની યાદી કલેકટર સમક્ષ રજૂ કરી હતી.સમિતિના સભ્યો દ્વારા આ યાદીમાં હોદ્દેદારોએ સૂચવેલ તિલકવાડા તાલુકાનાં વિકાસનાં કામો આવેલ નથી એવી સદસ્યોની કલેકટર સમક્ષ રજુઆત કરી હતી અને જણાવ્યું હતું કે એમાં ફેરફાર કરી ઉમેરયેલા બીજા કામોની યાદી ક્યાંથી આવી? એવા ગંભીર સવાલો પણ ઉઠાવ્યાં હતાં.
પ્રાયોજના વહીવટદાર દ્વારા યોગ્ય જવાબ આપ્યો નથી અને એ યાદી ઉપર પ્રભારીમંત્રીની સહી કરાવેલ છે, જેની સામે સખત વિરોધ વ્યક્ત કરતા તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ તથા હોદ્દેદારોએ સુત્રોચાર કરી પોતાનો વિરોધ કરી તપાસની માંગ કરતાખળભળાટ મચી ગયો હતો.



