આમોદના ૨૨૦ કે.વી સબસ્ટેશન માંથી પાંચ ફૂટ લાંબા ઝેરી પ્રજાતિના કોબ્રાનું રેસ્ક્યુ કરાયું

SHARE:

– રાત્રિના સમયે ફુંફાડા મારતા કોબ્રા સાપને જોઈ સબસ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો

ભરૂચ,

આમોદના ૨૨૦ કે.વી. સબસ્ટેશન ખાતે ગત રોજ રાત્રિના સમયે પાંચ ફૂટ લાંબો અત્યંત ઝેરી પ્રજાતિનો કોબ્રા સાપ જોવા મળતાં સબસ્ટેશનના અધિકારીઓ સહિત કર્મચારીઓમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.અચાનક સાપ નજરે પડતાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.આ અંગે સબસ્ટેશનના કર્મચારી દ્વારા નેચર સેવિંગ ફાઉન્ડેશનના સાપ રેસ્ક્યુઅર અંકિત પરમારને જાણ કરવામાં આવી હતી.જાણ થતા જ અંકિત પરમાર તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફુંફાડા મારતા કોબ્રા સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.ત્યાર બાદ સાપને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!