રાષ્ટ્રીય પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચના RS FITNESS ના ખેલાડીઓએ 14 મેડલ સાથે ટીમે રાષ્ટ્રીય સ્તરે ભરૂચનું નામ રોશન કર્યું

SHARE:

ભરૂચ,

દિલ્હી ખાતે ત્રણ દિવસ માટે યોજાયેલ WRPF / PFI નેશનલ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 માં RS FITNESS ના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કુલ 14 મેડલ પ્રાપ્ત કર્યા છે.ખેલાડીઓની આ સિદ્ધિથી RS FITNESS સહિત સમગ્ર ભરૂચમાં ગૌરવની લાગણી પ્રસરી છે.જેમાં કૃતિ પટેલે 2 ગોલ્ડ મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ,યામિની સોલંકીએ 2 ગોલ્ડ મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ,કાર્તિક વસાવાએ 1 ગોલ્ડ મેડલ અને 1 સિલ્વર મેડલ,સારંગ વાઘમોડેએ 2 ગોલ્ડ મેડલ અને 1 સિલ્વર મેડલ તેમજ અમૃત નિરુખેએ 1 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ મેળવ્યો હતો.

આમ RS FITNESS ની ટીમે કુલ 8 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવીને 14 મેડલનો શાનદાર રેકોર્ડ નોંધાવ્યો છે.

ખેલાડીઓની આ સફળતા પાછળ તેમની સતત મહેનત, શિસ્ત, સમર્પણ અને નિયમિત તાલીમનો મોટો ફાળો રહ્યો છે. આ સિદ્ધિ બદલ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ આ સફરમાં સહયોગ આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!