ભરૂચ,
SRF દ્વારા ભરૂચમાં The SRF Schoolનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ એક નવી K-12 શૈક્ષણિક સંસ્થા છે,જેનો હેતુ આ વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની સુલભતાનો વ્યાપ વધારવાનો છે.આ શાળાનું ઉદ્ઘાટન SRF Limitedના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર કાર્તિક ભારત રામના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
The SRF Schoolની સ્થાપના આ વિસ્તારનાં બાળકોને આધુનિક અને પોષણક્ષમ શૈક્ષણિક વાતાવરણમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાના ઉદ્દેશથી કરવામાં આવી છે. આશરે 1,600 વિદ્યાર્થીઓની આયોજન બદ્ધ ક્ષમતા ધરાવતી આ શાળામાં વિજ્ઞાન પ્રયોગશાળાઓ, ડિજિટલ વર્ગખંડો અને રમતગમત માટેની વિશિષ્ટ સુવિધાઓ સહિતનું આધુનિક શૈક્ષણિક માળખું ઉપલબ્ધ છે.
SRF Foundationના નેજા હેઠળ સંચાલિત The SRF School, દિલ્હી-NCRમાં વર્ષ 1988માં સ્થાપિત The Shri Ram Schoolsની શૈક્ષણિક વિરાસતને આગળ ધપાવે છે. આ શાળાઓ મૂલ્યઆધારિત શિક્ષણ અને સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવા માટે જાણીતી છે.આ નવી સંસ્થા SRF Foundation દ્વારા SRFની કામગીરીના વિસ્તારોની આસપાસના સમુદાયો માટે કરવામાં આવતા શિક્ષણક્ષેત્રના લાંબા ગાળાના કાર્યનો વિસ્તાર કરે છે.તેની વ્યાપક પહેલોમાં સંસ્થાકીય શાળાઓ, સરકારી શાળાઓનું પરિવર્તન, ડિજિટલ શિક્ષણ અને શિક્ષકોની ક્ષમતાવર્ધનનો સમાવેશ થાય છે.
Shri Educare Ltd, ગ્રૂપની શૈક્ષણિક સેવાઓ અને શાળા વ્યવસ્થાપન સંબંધિત કંપની, The SRF Schoolની સ્થાપનામાં નજીકથી સંકળાયેલી રહી છે અને અભ્યાસક્રમના વિકાસ, શિક્ષક તાલીમ તથા શાળા વહીવટ સહિતની શૈક્ષણિક અને સંચાલકીય કામગીરીમાં સતત સહયોગ પૂરો પાડશે.
આ પ્રસંગે સંબોધિત વક્તવ્યમાં કાર્તિક ભારત રામે જણાવ્યું હતું કે “ શિક્ષણ હંમેશાં અમારી વિરાસત અને સમુદાયો સાથેના અમારા જોડાણનું કેન્દ્રબિંદુ રહ્યું છે. The SRF School, ભરૂચના માધ્યમથી અમે બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને એવું વાતાવરણ પૂરું પાડવાની આશા રાખીએ છીએ, જે તેમનામાં જિજ્ઞાસા, આત્મવિશ્વાસ અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપે.”
આ નવી શાળા SRFની કામગીરીના વિસ્તારોની આસપાસના સમુદાયોના લાંબા ગાળાના વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે,જેમાં શિક્ષણને તકોના સર્જન માટેના એક મહત્વપૂર્ણ માધ્યમ તરીકે જોવામાં આવે છે.



