ભરૂચમાં SOGની મોટી કાર્યવાહી : રિક્ષા માંથી 9 કિલોથી વધુ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ

SHARE:

ભરૂચ,

ભરૂચમાં નશાના કારોબાર સામે પોલીસની કાર્યવાહી દરમ્યાન SOGની ટીમે નર્મદા મૈયા બ્રિજ નજીક રિક્ષામાં લઈ જવાતો ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે 9 કિલોથી વધુ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી રૂ.4.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસ તપાસ દરમ્યાન ઝડપાયેલા આરોપીની ઓળખ સદરૂદ્દીન દિવાન તરીકે થઈ છે.આ મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની હેરાફેરીમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથધરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!