લોક જનશક્તિ પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ભરૂચમાં જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરાયું

SHARE:

ભરૂચ,

લોક જનશક્તિ પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ભરૂચની જંબુસર ચોકડી નજીક LJP કાર્યાલયનું રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અસીમખાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ સાથે મહાનુભાવોના હસ્તે જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરાય હતા.

સ્વ.રામવિલાસ પાસવાન દ્વારા વર્ષ 2000’માં તા. 28 નવેમ્બરના રોજ દિલ્હી ખાતેથી લોક જનશક્તિ પાર્ટી (LJP)ની સ્થાપના કરવામાં આવી હતી.ત્યારે આજરોજ લોક જનશક્તિ પાર્ટીના સ્થાપના દિવસની ભરૂચ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જંબુસર ચોકડી નજીક આવેલ LJP કાર્યાલયનું રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અસીમખાનના હસ્તે રીબીન કટિંગ અને કેક કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ સાથે જ મહાનુભાવોના હસ્તે જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત LJP પ્રદેશ પ્રમુખ આશિષ પટેલ, ઉપપ્રમુખ અબ્દુલ કામઠી,વિવિધ જિલ્લાના અધ્યક્ષો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે દેશના વિવિધ રાજ્યો અને જિલ્લા કાર્યાલયો પર LJP પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્થાપના દિવસ નિમિત્તે બેઠકો તેમજ જનસંપર્ક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.ત્યારે આગામી સમયમાં ભરૂચમાં લોક જનશક્તિ પાર્ટીએ ચૂંટણીના મેદાને ઉતારવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!