સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક મોટી દુર્ઘટના ટળી : બસની લોખંડની એંગલમાં ફસાયેલા ડ્રાઈવરનું દિલધડક રેસ્ક્યુ

SHARE:

– મુંબઈથી પ્રવાસીઓને લઈને આવેલી વડોદરાની 7 લક્ઝરી બસ પૈકી એક બસમાં સર્જાય ઘટના

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક મોટી દુર્ઘટના ઘટવા પામી છે.બસની લોખંડની એંગલમાં ફસાયેલા ડ્રાઈવરનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.મુંબઈથી પ્રવાસીઓને લઈને આવેલી વડોદરાની 7 લક્ઝરી બસ પૈકી એક બસમાં ઘટના સર્જાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર બસની એર ટેન્ક પાસે પિન નાખવા જતાં ડ્રાઈવરનું ગળું લોખંડની એંગલમાં ફસાઈ ગયું હતું.ઘટનાની જાણ થતાં કેવડિયા ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.ક્રેન વડે બસ ઊંચકીને ડ્રાઈવરને બહાર કાઢવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.આખરે ફાયર ફાઈટર, 108 ટીમ અને સ્થાનિકોએ હેવી કટરથી લોખંડની એંગલ કાપી ડ્રાઈવરનું રેસ્ક્યુ કર્યું હતું.લાંબી જહેમત બાદ ડ્રાઈવરને સહીસલામત બહાર કાઢવામાં આવ્યો હતો.સામાન્ય ઈજા અને ગભરામણ થતાં ડ્રાઈવરને 108 મારફતે ગરુડેશ્વર હોસ્પિટલ ખસેડાયો હતો.હાલ ડ્રાઈવરની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.બસમાં સવાર તમામ પ્રવાસીઓને અન્ય બસમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!