મુન્શી મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ ખાતે ૭૯ માં સ્વતંત્રદિનની ઉજવણી કરાઈ

SHARE:

ભરૂચ,

મુન્શી(મનુબરવાલા) મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટ, દહેજ બાયપાસ રોડ ભરૂચ સંચાલિત શાળા/કોલેજના વિદ્યાસંકુલમાં ૭૯ માં સ્વતંત્ર પર્વ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુન્શી(મનુબરવાલા) મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટના સ્ટોર ઈન્ચાર્જ સુફિયાન રશીદ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સૌ પ્રથમ સંસ્થાના ટ્રસ્ટી યુનુસભાઈએ મહેમાનનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.ત્યાર બાદ હાજી વલી બાપુ દશાનવાલા પ્રાથમિક શાળાની શિક્ષિકા બહેનોએ સંસ્થાના ટ્રસ્ટી યુનુસભાઈ, સી.ઈ.ઓ.,વહીવટી અધિકારી,જુદી-જુદી વિદ્યાશાખાના આચાર્યો, શિક્ષક મિત્રો, શિક્ષિકા બહેનાઓ, વ્હાલા વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત તમામને સ્વતંત્રદિન નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી.

વધુમાં મુખ્ય મહેમાને દેશના ઘડવૈયાઓ તથા દેશની આજાદી માટે શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલી આપી દેશ એકતા અને સાર્વભૌમત્વ તરફ પ્રગતિ કરી આગળ વધે અને સામાન્ય નાગરિક સારી રીતે જીવી શકે તેવા પ્રયત્નો કરવા પર ભાર મુકયો હતો.

આ કાર્યક્રમ મોટી સંખ્યામાં સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મહેમાનોનો શાળા પરિવાર તરફથી આભાર માનવામાં આવ્યો હતો.કાર્યક્રમના અંતે વી.સી.ટી ટ્રસ્ટના ટ્રસ્ટી ઈબ્રાહિમ મનીયાર તરફથી કેક વહેંચવામાં આવ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!