ઓલપાડના સરસપુર ગામે આવેલ સિધ્ધનાથ મહાદેવનું અનેરૂ મહત્વ

SHARE:

સુરત,

દેવાધિદેવ મહાદેવ નો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.ભોળાનાથને રિઝવવા શિવ ભક્તો દ્વારા પૂજન અર્ચન સહિત અનેક દ્રવ્યોથી અભિષેક કરવામાં આવે છે.પવિત્ર શ્રાવણ માસમાં દરેક શિવાલયોમાં મહાદેવના દર્શન માટે ભીડ જામે છે. સુરત જિલ્લાના ઓડપાલ તાલુકાના સરસપુર ગામે આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર આ મંદિર નું મેનેજમેન્ટ ઓલપાડ કોર્ટ શ્રી સિદ્ધનાથ મહાદેવ ટેમ્પલ ટ્રસ્ટ સંચાલિત છે.જેનો મહિમા અનેરો છે. સ્કંદપુરાણ તાપી મહાત્મયમાં જણાવ્યા મુજબ ગોકર્ણમુનિએ રામચંદ્રજીને કહ્યું કે તાપી તટના પાંચ કોશમાં પાપી જીવો મરણ પામી સત્યલોકથી પરમપદને પામ્યા છે.પાપનો નાશ કરનારા સિધ્ધનાથ મહાદેવ છે.જ્યાં શત્તાનીક રાજાએ પણ પૂર્વજોના ઉદ્ધાર માટે બ્રાહ્મણોને દાન આપી પૂજન કરી કૃતાર્થ થયા હતા. તથા ગોકર્ણ મુનિના કહેવાથી ફળ ફૂલ થી રામ લક્ષ્મણ સહિત સિધ્ધનાથ મહાદેવનું પૂજન કર્યું હતું. મકર રાશિના સૂર્યમાં તેનું દર્શન કરવાથી મનુષ્યનો પુનઃ જન્મ થતો નથી,પિતૃ શ્રાદ્ધ માટે ગીતા જયંતીના દિવસે ગયાજીમાં હજારો વાર પિંડદાન કરવાથી જે ગતિ પિતૃઓને પ્રાપ્ત થાય છે તે ગતિ ગીતા જયંતીના દિવસે પિંડદાન કરવાથી થાય છે. તથા એક લાખ વર્ષ શ્રી શૈલ પર્વતમાં આશ્રય કરવાથી જે ફળ મળે છે તે ગીતા જયંતીના દિવસે દાદાના દર્શન પૂજન થી મળે છે.પૂજારી મેહુલભાઈ ગોસ્વામી ના જણાવ્યા અનુસાર દ્વાપરયુગ પહેલાનું આ મંદિર જ્યાં ભોળાનાથ ભક્તોને દર્શન આપે છે.

આ જગ્યા હેડંબા વન હતું. જ્યાં ગોકર્ણ મુની ઋષિ વાસ કરતા હતા.આ ટેકરી ઉપર ગાયો ચરવા આવતી હતી.અને શિવલિંગ પર એક ગાય નિત્ય દૂધનો અભિષેક કરતી હતી તે સમયે શિવજી પાતાળમાં હતા.આ દ્રશ્યનું વર્ણન ચારા વાહે ઋષિને કર્યું તો ગોકર્ણમુની ઋષિએ પોતાના તાપો બળથી મહાદેવજીને પ્રગટ કર્યા અને રામચંદ્ર ભગવાન લંકાથી રાવણનો વધ કરી આ સ્થળે આવ્યા હતા. રાવણ બ્રાહ્મણ હોવાથી રામચંદ્ર ભગવાને બ્રહ્મદોષનું નિવારણ અર્થે આ સ્થળે યજ્ઞ કર્યો હતો તથા મંદિરની સામે રામકુંડ છે જ્યાં રામચંદ્ર ભગવાને બાણ મારી ગંગાજીના નીર લાવ્યા હતા.ત્યારથી તે જગ્યા બાણ ગંગા ના નામથી પ્રચલિત છે.તથા મોગલ રાજાએ મંદિર પર ચડાઈ કરી અને શિવલિંગને ખંડિત કરેલ ભગવાન શિવ ક્રોધિત થતાં ભમરાનું સ્વરૂપ લઇ મોગલ સૈન્યનો નાશ કર્યો અને ગંગાજીને પ્રાર્થના કરી કે તમે મારી જટામાં સમાવો ત્યારથી છિદ્ર રૂપે શિવજી માંથી સ્વયંભુ ગંગાજી પ્રગટ થાય છે.અને મોક્ષ એકાદશીના દિને ગંગાજીનો પ્રવાહ વધે છે.આ સ્થળે પિંડદાન કરવાથી પિતૃમોક્ષ થાય છે. દરેક ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તેમ જણાવ્યું હતું.સિદ્ધનાથ મહાદેવ મંદિરે શિવભક્તો દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!