– પ્રકાશ માલી શ્રી રામદેવ પીર ના નામથી વર્ષોથી ચલાવતો હતો કેટરર્સ : એ ડિવિઝન પોલીસ મથકનો કાફલો, ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે
– મૃતદેહનો કબ્જો મેળવી પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથધરી
ભરૂચ,
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટીમાં એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં વર્ષોથી રહેતા કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલક મૂળ રાજસ્થાની યુવકની લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાથી પોલીસ કાફલો દોડતો થયો હતો.
ભરૂચના નંદેલાવ ગામની આશીર્વાદ સોસાયટીના બી-૧૩માં રહેતા પ્રકાશ માલીની હત્યા કરાયેલી લાશ મળી આવી છે.મૂળ રાજસ્થાનના વતની પ્રકાશ માલી ‘શ્રી રામદેવ પીર કેટરર્સ’ નામથી કેટરિંગનો વ્યવસાય ઘણા વર્ષોથી ચલાવતા હતા.હત્યારાઓએ તેમના હાથ-પગ બાંધીને નિર્દયી રીતે હત્યા કરી ફરાર થઈ જતા ચકચાર મચી હતી.ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.તો ડીવાયએસપી સી કે પટેલ પણ સ્થળ પર દોડી આવ્યા હતા.પોલીસે મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
ભરૂચના ડીવાયએસપી સી કે પટેલે જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાનું જણાતા એલસીબી,એસઓજી ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.તેઓનું પરિવાર રાજસ્થાન ગયો હોવાથી પ્રકાશ માલી ઘરે એખલા હતા તે દરમ્યાન બે મજૂરો ઘરે આવ્યા હતા જે બાદ તેઓનો મૃતદેહ મળી આવ્યો છે.તેઓની ગાડી પણ જીવ નથી મળી અને ઘરમાં લાગેલા સીસીટીવીનુ ડીવીઆર પણ ગાયબ હોય જેથી પ્રથમ દ્રષ્ટિએ લૂંટ કરી હત્યા કરી હોવાનું જણાઈ આવતા વિવિધ એજન્સીઓની ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે.
ક્રૂર હત્યા એ સમગ્ર ભરૂચ પંથકમાં ચકચાર મચાવી છે.ત્યારે રાજસ્થાની યુવકની હત્યા ક્યાં કારણોસર કરવામાં આવી છે અને કોને કરી છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હત્યારાઓને ઝડપી પાડવાની કવાયત હાથધરી છે.





