નેત્રંગના ચારરસ્તા વિસ્તારમાં લોખંડના વિજપોલને અડીને મુકવામાં આવેલ જોખમી બાકડો

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ ચારરસ્તા વિસ્તારમાં ભગવાન બિરસાં મુંડાની પ્રતિમા નજીકમાં આવેલ એક લોખંડના વિજપોલ સાથે પોસ્ટ ખાતા તરફ થી ટપાલ પેટી બાંધવામાં આવી છે. જ્યારે ભરૂચ જીલ્લા પંચાયત સ્વભંડળો માંથી નેત્રંગ ગ્રામપંચાયતને ફાળવવામાં આવેલ સિમેન્ટનો બાકડો પણ આ વિજપોલને અડીને મુકવામાં આવેલ છે. લોખંડના વિજપોલ સાથે અનેક વિજ વાયરો વિટાળેલા નજરે પડી રહ્યા છે. તેવા સંજોગોમાં જીવતા વિજ વાયરોમાં કોઈ પણ જાતની ખામી સર્જાઇ તો વિજ પ્રવાહ લોખંડના વિજપોલ પર ઉતરે તો ટપાલ પેટીમાં ટપાલ નાખવા માટે આવતા લોકો માટે તેમજ વિજપોલને અડીને મુકેલ બાંકડા પર બેસનાર વ્યકિતઓને કરંટ લાગવાનો સંભવ રહેલો છે. તંત્ર થકી કોઈ મોટો અકસ્માત સર્જાઈ તે પહેલા પોસ્ટ ખાતાએ બાંધેલ ટપાલ પેટી તેમજ સિમેન્ટ નો બાંકડો અન્ય જગ્યાએ ખસેડીને મુકવામાં આવે તે જરૂરી છે.

 અગાઉ કેટલાક જાગૃત નાગરિકરીકોએ સાવચેતી ખાતર અન્ય જગ્યાએ બાંકડો ખસેડીને સલામત જગ્યાએ મુકવામાં આવેલ હતો.પરંતુ કેટલાક લોકોએ ફરી થી જોખમી લોખંડના વિજપોલ અડીને બાંકડો મુકી દેતા લોકોમાં ભયનો માહોલ હોવાથી લોકો બાકડા પર બેસવાનું ટાળી રહ્યા છે.નેત્રંગ ટાફીક પોલીસ નો સ્ટાફ મોટે ભાગે આ જગ્યાએ ફરજ બજાવતો હોવાથી તેવો થકી બાકડાને અન્ય જગ્યાએ મુકવામાં આવે તેવુ આમ જનતામાં ચચાઁઇ રહ્યુ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!