આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થી જૂથે રૂગટા વિદ્યા‌ભવનમાં શૈક્ષણિક સંશોધન માટે અર્થપૂર્ણ મુલાકાત હાથધરી

SHARE:

ભરૂચ,

સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂગતા વિદ્યા ભવન‌ ખાતે આજરોજ શાળામાં ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન,આઈઆઈટી બોમ્બે (મુંબઈ).ના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓનો એક સંશોધન જૂથ આવેલ હતો. પોતાના રિસર્ચ વર્કના ભાગરૂપે આ જૂથે શાળાની શૈક્ષણિક વ્યવસ્થા અને શીખવણ પ્રક્રિયાનું અવલોકન કર્યું હતું અને સંબંધિત ડેટા સંગ્રહ કર્યો હતો.

મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓએ શિક્ષકમંડળ તથા શાળા પ્રશાસન સાથે વિસ્તૃત સંવાદ કર્યો હતો.ખાસ કરીને નીચેના વિષયો પર તેઓએ સુવ્યવસ્થિત રીતે ચર્ચા તથા નોંધો કરી હતી.

દૈનિક ટાઈમ-ટેબલની રચના,અમલીકરણ અને સમયશિસ્ત, શૈક્ષણિક પાઠ્યક્રમ/પાઠ આયોજન (પ્લાનિંગ, ડિલિવરી, મૂલ્યાંકન),વિદ્યાર્થી–શિક્ષક સમન્વય, માર્ગદર્શન તથા પ્રતિસાદ વ્યવસ્થા

આ સંદર્ભે આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થી જૂથે કક્ષાઓમાં ઉપસ્થિત રહી શિક્ષકોની પાઠાલય પદ્ધતિઓનું અવલોકન કર્યું હતું.તેમજ વિદ્યાર્થીઓ સાથે અનૌપચારિક પરિચર્ચા પણ યોજી હતી.સમૂહ ચર્ચા, અવલોકન ટિપ્પણીઓ અને સંક્ષિપ્ત પ્રશ્નાવલિ જેવી પદ્ધતિઓ દ્વારા ગુણાત્મક તથા પરિમાણાત્મક વિગતો એકત્રિત કરવામાં આવી હતી.

શાળાના આચાર્ય એ‌મુલાકાતી જૂથને શાળાની કામગીરી, શિક્ષણમાં ઉપયોગમાં લેવાતી નવીન પદ્ધતિઓ, સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ મૂલ્યાંકન માપદંડો વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.

શાળા સંચાલક તરફથી જણાવાયું હતું કે આવી શૈક્ષણિક આપલે માત્ર મુલાકાતી વિદ્યાર્થીઓને જ નહીં,પરંતુ શાળાને પણ પોતાના કાર્યમાં વધુ સુઘડતા અને નવી દિશાઓ અપનાવવા પ્રેરણા પૂરું પાડે છે.

મુલાકાતના અંતે આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થી પ્રતિનિધિઓએ શાળા દ્વારા અપાયેલા સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો અને પ્રાપ્ત અનુભવ તેમની સંશોધન રિપોર્ટિંગ તથા આગામી શૈક્ષણિક પ્રયોગોમાં માર્ગદર્શક સાબિત થશે એવી વાત જણાવી હતી. શાળાએ પણ ભવિષ્યમાં આવા શૈક્ષણિક સહભાગિતાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!