best news portal development company in india

બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સીટીની સ્ટાફ ભરતીમાં થયેલ અન્યાય બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાની શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરને લેખિત રજૂઆત

SHARE:

– અનુસુચિત જન જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના પુનઃ ચાલુ કરવાની પણ કરી માંગ
– જો સરકાર અમારી માંગો નહીં સ્વીકારે તો બજેટ સત્રમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે મળીને વિધાનસભાનો ઘેરાવ કરીશું : ચૈતર વસાવા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી,આદિજાતિ વિકાસ મંત્રી અને આદિજાતિ વિકાસ વિભાગના કમિશનરને એક મહત્વપૂર્ણ મુદ્દા પર પત્ર લખીને અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર ને રૂબરૂ મુલાકાત કરી પત્ર દ્રારા રજુઆત કરી છે.
આ પત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે રાજપીપળા ખાતે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે અને તેના નિર્માણ માટે અહીંના સ્થાનિક આદિવાસીઓએ જમીન આપી છે, જેના વળતરમાં જમીન સામેની જમીન પણ આજ દિન સુધી ખેડૂતોને આપવામાં આવી નથી.આ યુનિવર્સિટી માટેનો તમામ ખર્ચ ટ્રાયબલ બજેટમાંથી આપવામાં આવ્યો છે તેમ છતાં પણ આ યુનિવર્સિટીના કર્મચારીઓ માટે જે જાહેરાત પડી છે તેમાં એક પણ એસસી, એસટી અને ઓબીસી માટે જગ્યાની ફાળવણી કરવામાં આવી નથી. જે આદિવાસીઓના આરક્ષણ પર તરાપ છે.અમારી માંગ છે કે આ ભરતીને રદ કરીને રોસ્ટર પદ્ધતિ પ્રમાણે ફરીથી ભરતીની જાહેરાત કરવામાં આવે.
અનુસુચિત જન જાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના(૭૫:૨૫) અમલીકરણમાં હતી.જેને રાજ્ય સરકારના આદિજાતી વિકાસ વિભાગના તા.૨૮/૧૦/૨૪ના પરિપત્રથી રાજ્યના અનુસુચિત જન જાતિના વિદ્યાર્થીઓ માટેની ભારત સરકાર દ્વારા પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫થી મેનેજમેન્ટ કવોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ બંધ કરવાનું ઠરાવવામાં આવેલ છે. તથા સરકારી ક્વોટામાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ બાદ જો સરકારી કવોટામાં કોઈ ખાલી સીટો રહેતી હોય કે આવી સીટો મેનેજમેન્ટ ક્વોટામાં ટ્રાન્સફર થાય તો મેનેજમેન્ટ ક્વોટા સહીતની આ તમામ સીટોને પણ ‘મેનેજમેન્ટ ક્વોટા’ની સીટો તરીકે ગણતરીમાં લેવાનું સૂચવેલ છે. જેના કારણે આવા સંજોગોમાં આદિજાતી વિદ્યાર્થીઓની હાલત કફોડી બની ગયેલ છે.
સંસ્થાઓ દ્વારા પણ વિદ્યાર્થીઓ પર દબાણો કરવામાં આવે છે.શિષ્યવૃત્તિ ન મળવાથી હજારો આદિજાતી વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય થવાની ભિતિ છે. આ સમગ્ર બાબતે સરકારની છબી આદિજાતી વિરોધી બને તે પહેલા આ પરિપત્ર રદ કરી આ યોજના પુનઃ બહાલ કરવામાં આવે એવી અમારી માંગ છે. જો આમ કરવામાં નહિ આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે આવનારા બજેટ સત્ર દરમિયાન વિધાનસભા ઘેરવાની અમને ફરજ પડશે જેની ગંભીર નોંધ લેશો.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!