ગણપતિની પ્રતિમાની નાના મોટા પંડાલોમાં સ્થાપના કરાઈ

SHARE:

– ભાલોદ ગામે વિવિઘ ગણેશ પંડાલોમાં નાના મોટા શ્રીજીની સ્થાપના કરવામાં આવી : વૈદિક મંત્રોચ્ચાર સાથે ઠેર ઠેર શ્રીજીની સ્થાપના કરાઈ

(ભાવેશ પંડ્યા,ભાલોદ)

દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો રંગેચંગે આજથી પ્રારંભ થયો છે.ભરૂચ જિલ્લામાં તેમજ ઝઘડીયા તાલુકામાં ભક્તિભાવ,શ્રદ્ધા પૂર્વક અને ખૂબ જ ઉલ્લાસ પૂર્વક વિઘ્નહર્તા દાદા ગણપતિ ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી.ગણેશ ચતુર્થી નિમિત્તે શહેર અને ગામે ગામ ગલી ગલીએ મહોલ્લામાં સોસાયટી વિસ્તારોમાં ભગવાન વિઘ્નહર્તાનું સ્થાપન કરવામાં આવ્યું હતું.

ભગવાન ગણપતિ આગામી દસ દિવસ સુધી ભકતોનું આતિથ્ય માણશે.ગણપતિ મંડળનાં આયોજકો દ્વારા અતિ આહલાદક અને ખૂબ જ સુંદર કલાત્મક સુશોભિત પંડાલો તૈયાર કરી ભગવાન ગણેશની પ્રતિમાઓનું શુભ મુર્હૂતમાં સ્થાપન કરવામાં આવી હતી.આગામી દસ દિવસ ગણપતિ દાદાની સેવાઓ પૂજાઓ કરી ધન્યતા અનુભવશે.સમગ્ર ગામ્ય વિસ્તાર દશ દિવસ સુઘી ભક્તો ગણેશમય બનીજશે મંડપો ગણપતી બાપા મોરીયાના નાંદ થી ગુજી ઉઠશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!