ઈઝરાયલ અને હમાસની વચ્ચે ૧૫ મહિનાથી ચાલું યુદ્ધ ગત રવિવારે સીઝફાયર બાદ રોકાઈ ગયું. મહિનાઓ સુધી ચાલેલા યુદ્ધમાં સૌથી વધુ નુકસાન ગાઝાવાસીઓને વેઠવું પડ્યું. તેમના પરિવારજનો, સગાં-વ્હાલાં, ઘર, હોસ્પિટલ, સ્કુલ બધું જ ખતમ થઈ ગયું. ગાઝા સ્મશાનનો ઢગલો બની ચૂક્યું છે. આ યુદ્ધમાં ૪૭ હજાર ગાઝાવાસીઓને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. ઈઝરાયલી સેના ગાઝામાં પોતાનો હુમલો ભલે રોકી ચૂકી છે પરંતુ બરબાદીના નિશાન હજુ પણ ગાઝાવાસીઓને રડાવી રહ્યાં છે. સ્ટેટ મીડિયાએ એક નિવેદનમાં કહ્યું કે ‘કાટમાળથી બે દિવસમાં ૨૦૦ મૃતદેહો કાઢવામાં આવી ચૂક્યા છે.’ સંયુક્ત રાષ્ટ્રએ નુકસાનનું આકલન કરતાં કહ્યું કે ગાઝામાં તબાહીના નિશાન એટલા ઊંડા અને વધુ છે કે કાટમાળ હટાવવામાં ખરબોનો ખર્ચ આવશે અને ૨૧ વર્ષ લાગી જશે.’
આ દરમિયાન હજુ પણ ઈઝરાયલની વેસ્ટ બેન્કના જેનિનમાં હમાસ વિરુદ્ધ ઓપરેશન ચાલુ છે. ઈઝરાયલ જેનિનને પોતાનો ભાગ જણાવે છે અને હમાસની હાજરીને ઘૂસણખોર.છેલ્લા બે દિવસમાં અહીં ઓપરેશનમાં ૧૨૦ લોકોએ જીવ ગુમાવ્યા છે.એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે મૃતકોમાં કેટલા આતંકી અને કેટલા સામાન્ય નાગરિક હતા. બુધવારે ૧૦ પેલેસ્ટિનિયનોએ જીવ ગુમાવ્યાં.
બે દિવસમાં કાળમાળથી નીકળ્યા 200 મૃતદેહ
હમાસ અને ઈઝરાયલની વચ્ચે રવિવારથી અસરકારક થયેલા યુદ્ધવિરામ બાદ નાગરિક સુરક્ષા એજન્સી અને તબીબી સ્ટાફે લગભગ 200 મૃતદેહ જપ્ત કર્યાં છે. ગાઝાના શિક્ષણ મંત્રાલય યુદ્ધમાં લગભગ ૧૫૦૦૦ સ્કુલના બાળકો અને શિક્ષણ ક્ષેત્રે કામ કરનાર ૮૦૦ લોકો માર્યા ગયા. મંત્રાલય અનુસાર ઈઝરાયલી બોમ્બ બ્લાસ્ટથી ગાઝામાં ૯૫ ટકા શૈક્ષણિક સંસ્થા નુકસાનગ્રસ્ત થઈ ગઈ તથા 85 ટકા બંધ થઈ ગઈ.
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં ખુલાસો
આ મહિને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી એક નુકસાન આકારણી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ‘ઈઝરાયલના બોમ્બ બ્લાસ્ટ બાદ બાકીના ૫૦ મિલિયન ટનથી વધુ કાટમાળને સાફ કરવામાં ૨૧ વર્ષનો સમય લાગી શકે છે અને તેનો ખર્ચ $ ૧.૨ અબજ સુધી થઈ શકે છે.’
સાઉથ લેબનોનમાં પણ ઈઝરાયલનું એક્શન
લેબનોનમાં સીઝફાયર છતાં ઈઝરાયલી સેનાનો હુમલો ચાલુ છે. લેબનોનની એજન્સી અનુસાર ઈઝરાયલી સેનાએ તાયબે ગામમાં ઘરને સળગાવવા અને નાશ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ગામ સરહદના પૂર્વ ક્ષેત્રમાં સ્થિત છે. સ્થાનિક મીડિયા આઉટલેટ્સે પાડોશી ગામ કફર કિલ્લામાં એક મોટા બ્લાસ્ટની પણ માહિતી આપી છે, જેને સમગ્ર વિસ્તારમાં સાંભળવામાં આવ્યુ. ઈઝરાયલી સેના દક્ષિણી લેબનોનમાં દરરોજ હુમલો કરી રહી છે. ગત 27 નવેમ્બરે ઈઝરાયલ અને હિઝબુલ્લાહની વચ્ચે યુદ્ધવિરામ લાગુ થયુ હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is