– ભરૂચ,નર્મદા અને વડોદરાના ૨૭ ગામોને એલર્ટ કરવામાં આવ્યા
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
મધ્ય પ્રદેશના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ફરી વધારો થયો છે.ઉપરવાસ માંથી ૧,૬૭,૧૧૩ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.હાલ નર્મદા ડેમની સપાટી ૧૩૬.૭૪ મીટર પર પહોંચી છે.૨૪ કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં ૨૪ સેમીનો વધારો નોંધાયો છે.
આજે નર્મદા ડેમના ૧૫ ગેટ ૧.૮૫ મીટર ખોલવામાં આવ્યા છે અને નર્મદા ડેમના ૧૫ ગેટ માંથી નર્મદા નદીમાં ૨,૪૫,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે.હાલ નર્મદા ડેમની સપાટી ૧૩૬.૭૪ મીટર પર પહોંચી છે.નર્મદા ડેમ ૯૪ ટકા ભરાયો છે.તેથી વોર્નિંગ સ્ટેજ પર મુકાયો છે.જેને કારણે નર્મદા નદી કાંઠા વિસ્તાર ભરૂચ નર્મદા અને વડોદરાના ૨૭ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.




