best news portal development company in india

રાષ્ટ્રપતિ દ્વારા નર્મદાનાં આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્સ ઓફિસર સી.આઈ.ડી આઈ.બી મુકેશ નેગીને સેવા મેડલની જાહેરાત

SHARE:

– ૭૬ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રશંસનીય સેવા મેડલ એનાયત કરાતા નર્મદા જીલ્લાનું ગૌરવ વધાર્યું

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્સ ઓફિસર  સી.આઈ.ડી આઈ.બી,મુકેશ નેગીને ૭૬ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રશંસનીય સેવા મેડલ એનાયત કરાતા નર્મદા જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.

મુકેશ નેગી ૨૦૦૦ની સાલમા નર્મદા જીલ્લા પોલીસ વિભાગમાં પોલીસ તરીકે પ્રથમ પોસ્ટિંગ મેળવી હતી.નર્મદા જીલ્લાના રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ઉત્તમ કામગીરી સાથે પોલીસિંગની શરૂઆત કરેલ. જેથી પોલીસના ઉપરી અધિકારીઓ દ્વારા તેઓને તુરંત ડિટેકશન સ્ટાફમાં તેઓની નિમણૂક કરેલ હતી.

બાદ એસપી કચેરી નર્મદા ખાતે વિવિધ વિભાગોમાં ફરજ બજાવી અધિકારીઓ સાથે ક્રાઈમ, ઈન્ટેલિજન્સી અને કોમ્પ્યુટરાઈઝેશન લગતી કામગીરી કરેલ જે કામગીરી અધિકારીઓએ ધ્યાને લેતા ટૂંક સમયમાં તેઓ વડોદરા રેન્જ આઈ.જી.પી કચેરી (આર.આર સેલ) ટીમમાં નિમણૂક પામેલ હતા.નેગીની ધગસ અને કામગીરી પ્રત્યે સમર્પણ વફાદારી અને નિષ્ઠાના કારણે ટૂંક સમયમાં પોલીસ અધિકારીઓમાં તેઓએ ખૂબ ચાહના અને નામના મેળવેલ હતી.

સને ૨૦૦૬માં  મુકેશ નેગી ખાતાકીય પરીક્ષા પાસ કરી ગુજરાત રાજ્ય સી.આઈ.ડી (આઈ.બી) વિભાગમાં ડેપ્યુટેશન ઉપર તેઓની આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્સ ઓફિસર તરીકેની નર્મદા જીલ્લામાં ફરીથી નિમણૂક થયેલ.નર્મદા જીલ્લામાં તેઓ દ્વારા માનવતાને જ પ્રથમતાના સ્લોગન સાથે વહીવટી તંત્ર સાથે મળી અસાધારણ કામગીરી કરી રાજપીપળા સહીત નર્મદા જીલ્લાના વિવિધ સમાજના વર્ગો માં તેમની સહજતાના કારણે ખૂબ નામના મેળવેલ હતી.

સને ૨૦૧૮ માં વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ કાર્યક્રમમાં વિવિધ વીઆઈપી મુવમેન્ટો તેમજ કાયદો અને વ્યવસ્થા લગત સવિશેષ કામગીરી કરેલ અને સને – ૨૦૧૯માં મુકેશ નેગીની વડોદરા રીજિયન (સી.આઈ.ડી આઈ.બી.) ખાતે બદલી થતાં એસપી સી.આઈ.ડી. આઈ.બી.ના માર્ગદર્શન અને સૂચના મુજબ વિશેષ કામગીરી કરી, કામગીરી પ્રત્યે વફાદારી અને સહજ વ્યક્તિત્વના કારણે તેમજ સાચા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર છે એવું સાબિત કરી મુકેશ નેગી નાઓએ તેઓના ૨૫ વષૅના પોલીસ ફરજના કાર્યકાળ દરમિયાન વિવિધ અનડીટેકટ ગુનાઓ ડિટેક્ટ કરી, દારૂ અને જુગારના ગણનાપાત્ર કેસો કરી,વોન્ટેડ આરોપીને પકડી કાયદો અને વ્યવસ્થા અનુસંધાને ઈનપુટ્સ આપી, વી.વી.આઈ.પી સુરક્ષા તેમજ દસ વખત ન્યુ દિલ્હી, ગુજરાત ભવન, સ્પોટર ડ્યુટીમાં  ફરજ બજાવેલ હતી.તેમજ ૨૬ જાન્યુઆરી ૨૦૧૭ પ્રજાસત્તાક દિન નિમિત્તે ન્યુ દિલ્હી ખાતે દિલ્હી પોલીસ સાથે સંયુક્તમાં ફરજ બજાવી વિગેરેની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ  મુકેશ નેગી (આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્સ ઓફિસર સી.આઈ.ડી આઈ.બી) ને ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તેઓ દ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય કામગીરી કરવા બદલ મહામહિમ્ રાષ્ટ્રપતિ દ્વારા મુકેશ નેગીને પ્રશંસનીય સેવા મેડલ આપવાની જાહેરાત કરેલ છે.ઉપરોક્ત જાહેરાત બાદ વડોદરા,નર્મદા જીલ્લા સહીત સમગ્ર ગુજરાતમાં નિષ્ઠાવાન પોલીસ અધિકારીને મિત્રવર્તુળ અને પ્રજાજનો તેમજ ઉપરી અધિકારીઓ તથા એસ.પી (સી.આઈ.ડી આઈ.બી ) દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!