– જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા શેરી ગરબા હરીફાઈ અને ઈનામ વિતરણ કાર્યક્રમ 23 મી મંગળવારે યોજાશે
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
જનકલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલા આયોજિત અને સ્વ.રત્નસિંહજી મહિડા સાહેબની સ્મૃતિમાં,શ્રી અલ્કેશસિંહ.જે.ગોહિલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ,
લક્ષમ હોન્ડા રાજપીપલા તેમજ લક્ષ્ય ટ્રસ્ટ, રાજપીપલા,ગિરિરાજ ઈન્ટરનેશનલ સ્કૂલ, વડિયા, રાજપીપલા પ્રાયોજીત નવરાત્રી શેરી ગરબા મહોત્સવમાં શેરી ગરબા હરીફાઈ અને ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજેલ છે જે તારીખ : 23 મી સપ્ટેમ્બરને મંગળવારના સાંજે 6.30 કલાકે ગિરિરાજ ઈન્ટરનેશનલ સ્કૂલ કેમ્પસ,રોયલ સન સીટી પાછળ,વડિયા,રાજપીપલા ખાતે આયોજન કરેલ છે.જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે મનસુખ વસાવા, સાંસદ ભરૂચ,સમારંભના મુખ્ય મહેમાનોમાં ડૉ.દર્શના દેશમુખ ધારાસભ્ય નાંદોદ,
ઘનશ્યામ પટેલ ચેરમેન,નર્મદા સુગર ધારીખેડા અને દૂધધારા ડેરી ભરૂચ,પી.ડી.વસાવા પૂર્વ ધારાસભ્ય નાંદોદ અને પ્રમુખ ભ.જી.આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ રાજપીપલા,ભીમસિંગ તડવી પ્રમુખ જિલ્લા પંચાયત નર્મદા તથા સમારંભના અતિથિ વિશેષમાં ધર્મિષ્ઠાબેન પટેલ પ્રમુખ રાજપીપલા નગરપાલિકા, નીલ રાવ પ્રમુખ નર્મદા જિલ્લા ભાજપ,કુલદીપસિંહ ગોહિલ કારોબારી ચેરમેન અને પૂર્વ પ્રમુખ રાજપીપલા નગરપાલિકા,ડૉ. વિનોદ કૌશિક ચેરમેન ઈનરેકા સંસ્થાન ડેડીયાપાડા,યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ ચેરમેન લક્ષ્ય ટ્રસ્ટ રાજપીપલા, ઈન્ટેક ચેપ્ટર, નર્મદા તથા દિલીપભાઈ શેઠ ચેરમેન ગિરિરાજ ગ્રુપ ઓફ સ્કૂલ ખાસ ઉપસ્થિત રહેશે.મહાનુભવોની ઉપસ્થિતી માં શેરી ગરબા હરીફાઈમાં વિજેતા પ્રથમ ત્રણ ટીમને રોકડ ઈનામ, ટ્રોફી, પ્રમાણ પત્ર તથા ભાગ લેનાર દરેક બહેનોને લ્હાણી આપવા માં આવશે.
આજના ઝાકમઝોળ ટ્રેડિશનલ ગરબાની રમઝટમાં આપણી સંસ્કૃતિના ઓરિજિનલ શેરી ગરબા લુપ્ત ના થઈ જાય અને રાજપીપલામાં શેરી ગરબાઓ જીવંત રહે તે માટે ખાસ શેરી ગરબાનું સુંદર આયોજન કરેલ છે અને નવી યુવા પેઢી દીકરીઓ શેરી ગરબાનુ મહત્વ સમજે એ માટે દીકરીની નજર સામે શેરી ગરબાનો થીમ રાખેલ છે.




