ભરૂચના વેજલપુર વિસ્તારના નયનાચોકમાં છેલ્લા પ૦ વર્ષ ઉપરાંતથી ચાલી રહ્યા શેરી ગરબા

SHARE:

ભરૂચ,

ભરૂચ શહેરમાં શેરી ગરબા અવિરતપણે ચાલી રહયા છે.માતાની બાધા હોય કે ભકિત હોય, પોતાના થરે ગરબી મુકતા હોય છે.આ ગરબીની નવ દિવસ શ્રધ્ધાપૂર્વક ભકિત કરવી અને રોજે રોજ ગરબીને મધ્યસ્થાને મુકી ગરબા રમવા એટલે શેરી ગરબા, આવા જ શેરી ગરબા વેજલપુર વિસ્તારના નયનાચોકમાં છેલ્લા પ૦ વર્ષ ઉપરાંતથી ચાલી રહયા છે.

ગતરોજ તારીખ રર–૦૯–ર૦રપના દિને આ શેરી ગરબાનું દીપ પ્રજવલીત કરી ગરબા રમવા માટે ભરૂચ વેજલપુર વિસ્તારમાં આવેલ નયનાચોક ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ નયનાચોક ઉત્સવ સમિતિ થકી યોજવામાં આવેલ ગરબા મહોતસવમાં સંતશ્રી ૧૦૦૮ શ્રી સ્વામી લેકેશાનંદજી ઉદાસીન જેઓ ત્રિગુણાતીત ધ્યાન સેવા આશ્રમ કુકરવાડા રોડ, ભરૂચ ખાતે આશ્રમ ધરાવ છે અને દક્ષિણ ગુજરાત અખિલ ભારતીછ સંત સમિતિ ભરૂચ જીલ્લા સંગઠન મંત્રીની જવાબદારી નિભાવેછે તેમની સાથે હિન્દુત્વ સાથે જોડાયેલા વિવિધ સંસ્થા સાથે સંકળાયેલા ભરૂચ જીલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ દીપ પ્રજવલ્લીત કરી ગરબા મહોત્સવ ને ખુલ્લું મુકયું હતું.

આયોજક રમેશ મિસ્ત્રી (મંડપવાળા) દ્વારા જણાવ્યું હતું કે સમાજને એક સુત્રમાં બાંધવા માટે આ વિસ્તારના તમામ ગૃપોને રોજેરોજ આરતીના કાર્યક્રમમાં આમંત્રણ આપેલ છે.વેજલપુર ખાતે યુવાનો થકી ચાલતા સેવાકાર્ય, શિક્ષણ કાર્ય અને સમાજના લાભાર્થીઓને મદદ કરતા ગૃપો ટ્રસ્ટી મંડળો સમાજીક કાર્યકર્તાઓને અલગ–અલગ દિવસે આમંત્રણ આપી કોઈપણ જાતના ભેદભાવ વગર સમાજને જોડવાનું કાર્ય કરી રહ્યા છીએ.વેજલપુર નયનાચોક ઉત્સવ સમિતિના આમંત્રણને માન આપી આજરોજ  ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, કબીરપંથના કાંતિદાસ, બળીયાદેવ મંદિરના મહંત કનુ પટેલ,ભાથીજી મહારાજ મંદિરના મહંત રતિલાલ મિસ્ત્રી, ખંભાતી ખારવા પંચના મનોજ ખંભાતા,જાયન્સ કલબ ભરૂચ શહેર પ્રમુખ મૃણાલ કાપડીયા,વોર્ડ નં.૯ કાઉન્સીલર સતીષ મિસ્ત્રી, વોર્ડ નં.૧ના કાઉન્સીલર હેમેન્દ્ર કોઠીવાલા, સમસ્ત ખારવા પંચના ટ્રસ્ટી વસંત.મિસ્ત્રી,કિરીટ મિસ્ત્રી,ભરૂચ શહેર શિક્ષણ સમિતિના સભ્ય બાબુ મિસ્ત્રી,જાયન્સ ગૃપના ડાયરેકટર હસમુખ વાઘેલા, ભાજપના બક્ષીપંચ મોરચાના રાકેશભાઈ મિસ્ત્રી સહિત નયના ચોકના યુવક યુવતીઓ મોટી સંખ્યામાં હાજર રહયા હતા.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે જયારે દેશના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી આહવાન કરે અને કહે કે, સ્વદેશી અપનાવીએ અને દેશ બચાવીને સાર્થંક આ વિસ્તારના લોકો એટલે કે, વેજલપુર નયના ચોકના યુવા વર્ગે તેને અમલ તે એક મોટી વાત છે જયારે આ વિસ્તારમાં આવ્યો અને મંડપમાં પ્રવેશ કર્યો ત્યારે મેં જોયું કે, સ્વદેશી થીમ પર જ આધારીત આખો મંડપ છે તે જોઈને મને ખુબજ આનંંદ થયો અને ગર્વ પણ થયો કે, યુવા વર્ગ અને ખાસ કરીને નયના ચોક ચેરીટેબલ ટ્રસ્ટનાં સભ્યો તેમજ હોદેદારોના ભરપેટ વખાણ કર્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!