best news portal development company in india

નર્મદાના ગોરા અને કેવડિયા રેન્જના ૩૦ હજાર હેકટર જંગલ વિસ્તારમાં આગને અટકાવવા વન વિભાગ દ્વારા દવરેખા બનાવાઈ

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લાનું જંગલ ગાઢ જંગલ આવેલું છે.ખાસ કરીને ઉનાળો આવે ત્યારે જંગલમાં દવ લાગવાથી જંગલમાં આગ લાગે છે.ત્યારે આગ અને આગથી થતું નુકસાન અટકાવવા અટકાવવા ગોરા રેન્જ,કેવડિયા રેન્જનો વન વિભાગ આગળ આવ્યું છે. કેવડિયા રેન્જમાં ૧૨ હજાર અને ગોરા રેન્જમાં ૧૭ થી ૧૮ હજાર એમ કુલ ૩૦ હજાર હેકટર વિસ્તારમાં જંગલ આવેલું છે.ખાસ કરીને એકતાનગર ફોરેસ્ટ ડિવિઝનની ગોરા રેન્જમાં જંગલમાં દવ લાગવાથી જંગલને થતું નુકશાન અટકાવવા  ફાયર લાઈન દવ રેખા બનાવાઈ છે.

આ અંગે ગોરા અને કેવડિયા રેન્જના આર એફ ઓ વન અધિકારી મદનસિંહ રાઉલજીના જણાવ્યા અનુસાર ગોરા રેન્જના જંગલ વિસ્તારમાં ૪,૮ અને ૧૫ મીટરની ફાયર લાઈન દવ રેખા બનાવાની કામગીરી કરી છે. જેમાં સૂકા પાંદડા ભેગા કરી જંગલમાં એક પટ્ટો બનાવી એને અમુક મીટરનો સળગાળવામાં આવે છે. જયારે જંગલમાં આગ લાગે છે ત્યારે આ આ આગ પટ્ટા આગળ આવીને અટકી જાય છે જેથી જંગલમાં આગળ વધતી આગ અને આગથી થતું નુકસાન અટકી જાય છે.આ માટે વન વિભાગના બીટગાર્ડ, ફોરેસ્ટરકર્મીઓ બીટ વાઈઝ અલગ અલગ કંપાઉન્ડમાં દવરેખા બનાવી આગથી થતું નુકસાન અટકાવી જંગલ બચાવીએ છીએ.

કેવડિયા રેન્જના વન અધિકારી ક્રિપાલસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ઉનાળાની ગરમીની શરૂઆત થઈ રહી છે.ત્યારે નર્મદા જિલ્લામાં જંગલોમાં આગના બનાવો રોકવા માટે વન વિભાગ તરફથી દવ રેખાઓ દોરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.હોળીના તહેવાર ટાણે આદિવાસીઓ સાત ડુંગરોને નવડાવવાની બાધા લેતા હતા અને આ બાધા પુરી કરવા ડુંગરોમા આદિવાસીઓ આગ લગાડતા હતા.પણ હવે વનવિભાગની સક્રિયતા અને લોક જાગૃતિને કારણે હવે આદિવાસીઓ આગ લગાડતા નથી. પરંતુ હજી કેટલાક વિસ્તારોમાં આ પ્રથા ચાલુ હોવાથી વન્ય સંપતિને થતું નુકસાન અટકાવવા દવ રેખાઓ દોરવામાં આવી રહી છે.

નર્મદા જિલ્લામાં સાગ અને ખાખરના ઘણા વૃક્ષો છે.આખું જંગલ જેનાથી ભરેલું હોય પાનખર ઋતુની શરૂઆતથી સૂકા પાનો ખરી પડતા મુખ્ય સડક કે પગદંડી ગામોમાં જતાં રસ્તાઓ પર લોકો બીડી કે સિગરેટ નાખતાં હોવાથી આગ લાગવાના બનાવો બને છે.ત્યારે આગમાં જેને સરીસૃપ પક્ષીઓના માળા અને પક્ષીઓ બળી જતા હોય છે,જંગલમાં વન વિભાગે નાના રોપા પણ બળી જતા હોય છે.જેને બચાવવા વન વિભાગ સક્રિય રીતે દવ રેખા બનાવવાની કામગીરી કરવાથી જંગલોમાં આગ અકસ્માતની ઘટના નિવારી શકાઈ છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!