ઝઘડીયાના ઉમધરા ગામે કુવામાં પડેલા અજગરનું સફળ રેસ્ક્યુ કરાયુ

SHARE:

(ભાવેશ પંડ્યા,ભાલોદ)

ઝઘડિયા તાલુકાના ઉમધરા એક ખેતરના કૂવા માંથી ૧૦ ફુટ જેટલા લાંબા એક અજગરને રેસ્કયું કરવા આવ્યું હતું.ઝઘડિયા તાલુકાના ઉમધરા ગામે  એક ખેતરના કૂવામાં એક અજગરે દેખા દેતા સ્થાનિકો દ્વારા સેવ એનિમલ તેમજ વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી.ત્યાર બાદ વન વિભાગની ટીમ તેમજ સેવ એનિમલની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી વન વિભાગના માર્ગદર્શન હેઠળ કૂવામાં પડેલ મહાકાય અજગરને રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.ઊંડા કુવામાં યુવકને દોરડા બાંધીને સાવચેતી પૂર્વક ઉતારી કામગીરી કરી ૧૦ ફુટ લાંબા અજગરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવતા ગામ લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.અજગરને પકડ્યા બાદ વન વિભાગના અધિકારીઓએ તેને પોતાના કબ્જામાં લીધો હતો.

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આ મહાકાય અજગરને જરૂરી આરામ, ખોરાક અને પાણી આપ્યા બાદ તેને જંગલના એવા વિસ્તારમાં છોડવામાં આવશે,જ્યાં તેનું સ્વાભાવિક નિવાસ હોય અને તે સુરક્ષિત રીતે રહી શકે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!