આમોદ,
આમોદ તાલુકાના સરભાણ ગામે આજરોજ સવારે ૧૦ કલાકે એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત ૭૬ માં તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજવામાં આવ્યો હતો.જેમાં આવેલા મહેમાનોનું તુલસીના રોપા આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.સૌપ્રથમ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.ત્યાર બાદ સરભાણ પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. સરભાણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય બળવંતસિંહ ઠાકોર દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ તુલસીના રોપા આપી મહેમાનોનું સ્વાગત કરાયું હતું.આ પ્રસંગે આમોદ મામલતદાર ડૉ.મયુર વરીયા,
રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ પટેલ,આમોદ તાલુકા પંચાયત પ્રમુખ હેમાબેન પરમાર,તાલુકા પંચાયત ઉપપ્રમુખ વસંત પ્રજાપતિ,સરભાણ ગામના સરપંચ શ્વેતાબેન પટેલ,આમોદ ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલ, વાઈસ ચેરમેન મફતસિંહ પઢિયાર, સરભાણ કેળવણી મંડળના પ્રમુખ સોમાભાઈ પટેલ,પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયના સંચાલિકા પ્રીતિબેન, ડૉ.પ્રવિણસિંહ રાઉલજી, જીલ્લાના ખેડુત આગેવાન અશોક પટેલ સહિત આસપાસની પ્રાથમિક શાળાના આચાર્યો સરપંચો તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મામલતદાર ડૉ.મયુર વરીયાએ પ્રાસંગીક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે આપણે ખુલ્લી હવા અને સ્વચ્છ શ્વાસ લઈ રહ્યા છે તે આપણા વડીલોની દેન છે.વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઈએ એક વૃક્ષ માં કે નામ વાવી જેમ બાળકનું જતન કરીએ તેવી રીતે વૃક્ષનું સંવર્ધન કરવાની હાજર લોકોને અપીલ કરી હતી.તેમજ આમોદ તાલુકાને વધુ સુંદર,સ્વચ્છ અને પ્રકૃતિમય બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણે પ્રાસંગીક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે વૃક્ષ વાવી તેનું સંવર્ધન કરવું જોઈએ, માત્ર ફોટા પાડવા પૂરતું સીમિત નહીં રાખી વૃક્ષ ઉછેરવા જણાવ્યું હતું.પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયના સંચાલિકા પ્રીતિબેન પણ વૃક્ષનું મહત્વ સમજાવી વૃક્ષ વાવ્યા પછી તેનું સંવર્ધન કરવાની હાજર લોકોને અપીલ કરી હતી.આ પ્રસંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે ભરૂચના પનોતા પુત્ર અને વન મહોત્સવના પ્રણેતા કનૈયાલાલ મુનશીને યાદ કરી આવેલા મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.ત્યાર બાદ સરભાણ કૉલેજના વિશાળ પટાંગણમાં મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.મામલતદાર ડૉ.મયુર વરીયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ તેમજ મહેમાનોએ લીલી ઝંડી બતાવી વૃક્ષ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.




