જંબુસરના ગજેરા ઝંડા બજારના શેરી ગરબાએ આકર્ષણ જમાવ્યું

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

ગજેરા ઝંડા બજાર યુવક મંડળ આયોજીત બ્રિજેશભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા ગજેરા ઝંડા બજાર ખાતે ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.શેરી ગરબામાં નાના બાળકો અબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાઈ માની આરાધનામાં લીન બન્યા હતા.

આસો સુદ એકમથી માની આરાધના માટેનો પ્રારંભ થઈ ગયો છે.જંબુસર તાલુકાના ગજેરા ખાતે ઝંડા બજાર અંબાજી માતા મંદિર પાસે પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે પણ શેરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.ભૂલકાઓ અલગ અલગ પહેરવેશ પહેરી પોતાની આગવી છટાથી મન મૂકી ગરબે ઘૂમે છે.જે જોવાનો અનેરો આનંદ હોય છે.ઢોલના ધબુકે,વજિત્રોના સાજ સાથે, સુમધુર કંઠના શથવારે ગ્રામજનો યુવાધન હિલોળે ચડ્યું હતું અને માની આરાધનામાં સૌ કોઈ લીન બન્યા. અને ગજેરાના શેરી ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આજે નોરતાના ચોથા દિવસે પણ ત્રણ તાળી ના ગરબા માં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમીયા હતા.આ સાથે ધર્મેશભાઈ પટેલના દિકરા નક્ષનો જન્મદિન હોય તેની પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણીની કેક કટીંગ કરી,ભવ્ય આતશબાજીથી આકાશ છવાઈ ગયું હતું અને લ્હાણી વિતરણ કરાયું હતું.આજના ઝાકમ ઝોળ ટ્રેડિશનલ ગરબાની રમઝટમાં આપણા શેરી ગરબા લુપ્ત ના થઈ જાય શેરી ગરબા જીવંત રહે તે માટે ઝંડા બજાર યુવક મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!