(ગણપત મકવાણા,પંચમહાલ)
વિશ્વ હૃદય દિવસના ઉપલક્ષમાં ગોધરાની પ્રતિષ્ઠિત સેવાભાવી સંસ્થા અને માત્ર બે રૂપિયામાં હોસ્પિટલ અને જરૂરિયાત મંદોને ઘરે-ઘરે ટિફિન પહોંચાડતી સંસ્થા દ્વારા મફત હૃદય રોગ અને સર્વે રોગ નિદાન કેમ્પ પારુલ સેવાશ્રમ હોસ્પિટલના 15 ડોક્ટરોની ટીમના સહયોગથી ટ્રસ્ટના ભવન ગોધરા ખાતે યોજાયો હતો.જેમાં અંદાજે 100 ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓએ ઉપસ્થિત રહી નિષ્ણાત ડોક્ટરોની સલાહ અને માર્ગદર્શન મેળવેલ છે.
આ પ્રસંગે ઉદ્ઘાટક તરીકે પ્રખ્યાત તબીબ અને રાજ્યસભાના સાંસદ ડો.જેએસ પરમાર ઉપસ્થિત રહ્યાં હતા.જેમણે જણાવ્યું હતું કે અન્નપૂર્ણા ટ્રસ્ટ એ પંચમહાલની પ્રજા માટે ખૂબ આશીર્વાદરૂપ છે . સામાન્ય ચાર્જમાં લોકોને એટલે કે ફક્ત બે રૂપિયામાં હોસ્પિટલથી માંડી અને ઘરે-ઘરે જરૂરિયાત મંદોને ટિફિનની સેવા પૂરી પાડે છે.આ પ્રસંગે તેઓ જ્યારે સિવિલ હોસ્પિટલમાં 2001 થી 2004 દરમિયાન સેવામાં હતા ત્યારનો સુખદ અનુભવ યાદ કરી અન્નપૂર્ણા ટ્રસ્ટ એ માનવતાનું કાર્ય કરી રહી છે તેમ જણાવી ખાસ કહ્યું હતું કે જ્યારે જ્યારે માનવતાની વાત આવશે ત્યારે ત્યારે અન્નપૂર્ણા ટ્રસ્ટનું નામ હંમેશા રહેશે.
યોગા નું યોગ આજે વર્લ્ડ હાર્ટ ડે હોવાથી હાર્ટને કઈ રીતે સાચવવું તે અંગે તેઓએ વિવિધ ઉદાહરણો દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને યોગ અને પોતાના મન ઉપર કાબુ રાખી હૃદયને સ્વસ્થ રાખી શકાય છે.ઉપરાંત રિફાઈન્ડ ઓઈલ 20 થી 25% ઓછું કરવા પણ તેમને ઉપસ્થિત સૌ કોઈને જણાવ્યું હતું.આ પ્રસંગે વડાપ્રધાન મોદીના 2047 ના વિકસિત ભારતની તેમજ સ્વદેશી બાબતો પર તેમને ભાર મૂકી પારુલ સેવા શ્રમની પ્રવૃત્તિને બિરદાવી હતી.પ્રારંભમાં ગાયત્રી પરિવાર દ્વારા પ્રાર્થના રજૂ થઈ હતી જ્યારે આભાર વિધિ ટ્રસ્ટના મંત્રી કુમાર જૈમિનિ શાસ્ત્રીએ કર્યું હતું.આ પ્રસંગે અન્નપૂર્ણા ટ્રસ્ટના કિરણભાઈ શાહ,પ્રમુખ બી પી મહેતા, મેનેજિંગ કમિટીના સભ્યો વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સફળ સંચાલન મધુકરભાઈ જોશી એ કર્યું હતું.




