best news portal development company in india

નર્મદા જીલ્લાના રમત વિકાસ અધિકારી દિનેશ ભીલની ઈન્ડીયા ટૂડે ગ્રૃપ તેમજ મહિન્દ્રા ગ્રુપના ‘Driver of change’ એવોર્ડ માટે પસંદગી

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલની ઈન્ડીયા ટૂડે ગ્રૃપ તેમજ મહિન્દ્રા ગ્રુપ દ્વારા ભારતના પ્રભાવિત આદિવાસીની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.જે આદિવાસી સમાજ માટે પણ ગૌરવની વાત છે.તા.૧૭/૦૩/૨૦૨૫ને સોમવારના રોજ મુંબઈની હોટલ લલિત ખાતે ભારતના પ્રભાવિત આદિવાસીઓ કે જેઓએ આદિજાતિ વિસ્તારમાં સમાજ જાગૃતિ અને આદિવાસીઓના સામાજિક વિકાસ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે,તેવા લોકોને સન્માનિત કરવામાં આવનાર છે. તેમાં નર્મદા જિલ્લાના રમત વિકાસ અધિકારીનો સમાવેશ થતાં વહીવટી તંત્ર અને શુભેચ્છકો ગૌરવ-આનંદની લાગણી અનુભવે છે.

તેમણે વર્ષ ૧૯૯૬ અને ૧૯૯૭માં રાષ્ટ્રીય તિરંદાજી ચેમ્પિયનશીપમાં અનુક્રમે એક સુવર્ણ ચંદ્રક અને બે સિલ્વર મેડલ જીતીને સફળતાના શિખરો સર કરી સાબિત કર્યું હતું.આ તિરંદાજીની સફરમાં વિવિધ તબક્કે તેઓએ ૪૦ ગોલ્ડ મેડલ, ૪૧ સિલ્વર મેડલ અને ૩૯ બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યા હતા.

ઇન્ડિયા ટુડે ગ્રુપ અને મહિન્દ્રાએ તેની ‘ડ્રાઈવર્સ ઓફ ચેન્જ’ પહેલ માટે ‘એચીવર’ તરીકે દિનેશભાઈને પસંદ કર્યા છે. ‘ડ્રાઈવર્સ ઓફ ચેન્જ’માં એવી પ્રતિભાઓનો સમાવેશ થાય છે,જેમણે અનેક અવરોધો-અંતરાયો સામે લડીને વિવિધ ક્ષેત્રોમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી સામાજિક પરિવર્તન આણ્યું હોય.આ પહેલ ગયા વર્ષે ઈન્ડિયા ટુડે ગ્રુપ અને મહિન્દ્રા વચ્ચેની ભાગીદારીના રૂપમાં શરૂ થઈ હતી.તે ઓટોમોટિવ પ્રકાશન ઓટો ટુડે દ્વારા સંચાલિત છે.આ લિસ્ટમાં શોર્ટલિસ્ટ કરાયેલા સેંકડો લોકો માંથી, સંપાદકીય ટીમો દર વર્ષે ૧૫ સિદ્ધિઓની પસંદગી કરે છે.જેમાં વિજ્ઞાન,પર્યાવરણ,સામાજિક કાર્ય, કળા, રમતગમત, સોશ્યલ મીડિયા,બિઝનેસ જેવા વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓનો આમાં સમાવેશ કરવામાં આવે છે.

દિનેશ ભીલ એકલવ્ય તિરંદાજી એકેડેમી નસવાડીના સંસ્થાપક છે.તેમને આદિવાસી સમાજ માંથી તિરંદાજીની મહત્વપૂર્ણ કામગીરી માટે ‘Driver of change’નો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.દિનેશ હાલમાં કોચીઝ વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ અને નર્મદા જીલ્લા રમત વિકાસ અધિકારી તરીકેની તેમની ફરજ નિભાવી રહ્યા છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!