નેત્રંગના પિંગોટ ગામે ભાજપના આગેવાને મહિલાને મારી નાંખવાના મામલે આપ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવા માંગ

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ તાલુકાના પિંગોટ ગામમાં ભાજપના આગેવાને મહિલાને લાત મારી જાનથી મારી નાંખવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ સાથે આપ દ્વારા પોલીસ મથકે રજુઆત કરવામાં આવી હતી.

ગત તારીખ ૨ જી ઓક્ટોબરના રોજ નેત્રંગ તાલુકાના પીંગોટ ગામમાં રહેતી અરુણાબેન નામની મહિલાને ભાજપના તાલુકાના પૂર્વ પ્રમુખ અને મનસુખ વસાવાના નજીકના માનસિંગ વસાવા દ્વારા અંગત અડાવતે કૂદીને લાત અને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી તેણીનું ઘર સળગાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.જે બાદ મહિલાને લાત મારતો વિડીયો વાયરલ થયો છે.ત્યારે આજરોજ આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ પિયુષ પટેલ,સંદીપ વસાવા સહિત પીડિત મહિલાએ નેત્રંગ પોલીસ મથક ખાતે પહોંચી પોલીસ ફરિયાદની માંગ કરી હતી.જ્યારે પોલીસ મથકના પી.આઈ એ ફરિયાદ નોંધવાની બાંહેધરી આપી હતી.ત્યારે મહિલા સુરક્ષાની વાતો કરતી આ સરકારમાં મહિલા પર અત્યાચાર થતા હોવાના આપના નેતાએ આક્ષેપ કર્યા હતા.

જ્યારે આગેવાન સંદીપ વસાવાએ ગુનો બન્યો છે.ત્યારે ફરિયાદ નોંધાવી જોઈએ તેવી માંગ કરી હતી અને જો આગામી સમયમાં ફરિયાદ નોંધાશે નહીં તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

તો માનસિંગ વસાવા દ્વારા તેઓ જી.એસ.ટી ઘટાડા અંગેના સ્ટીકરો લગાવવા ગયા હતા તે સમયે મહિલાના ગલ્લે બેઠેલા કેટલાક ઈસમો અનિલ વસાવા,રૂપેશ વસાવા સહિતના યુવાનોએ અમારે જી.એસ.ટી ઘટાડા અંગે કોઈ ફાયદો નથી જોઈ તો તમે અહીંયાથી જાવ તેમ કહી મારવા જતા વચ્ચે મહિલા આવી જતા તેણી સાથે ભટકાયા હતા તેમ જણાવ્યું હતું અને પોતાના પર કરેલ આક્ષેપોને નકારી કાઢ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!