– મહિલા ગરબા રમવા માટે જતાં રાત્રીના સમયે ૧,૨૬,૩૦૦ ની ચોરી કરીને ફરાર : નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી
(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ તાલુકા મથકે આવેલ જીનબજાર વિસ્તારના લીમડા ફળીયામાં મહાકાળી માતાના મંદિરની બાજુમાં રહેતા સુમનબેન વિરૂભાઈ વસાવા (ઉ.૪૭) કે જેમના પતિ અંકલેશ્વર એક હોટલમાં રસોયા તરીકે કામ કરતા હોવાથી તે અંકલેશ્વર ખાતે જ રહે છે.નવરાત્રી તહેવાર અંતિમ દિવસોમાં રાત્રીના ૧૧ કલાકે જીનબજાર યુવક મંડળમાં ચાલતા ગરબા રમવા ઘરને તાળુ મારી ગયા હતા.જે દરમ્યાન અજાણ્યા તસ્કરોએ મકાનની સાથે આવેલ ખુલ્લી અડાળીની આડ કરેલ તાડપત્રી હટાવીને મકાનમાં પ્રવેશ કરી રૂમમાં મુકેલ તિજોરી તોડી હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા.જેમાં સુમનબેન રાત્રીના બે વાગ્યાની આસપાર ઘરે પરત આવી ઘરનું તાળુ ખોલી ઘરમાં પ્રવેશ કરતા વચલા રૂમનો દરવાજો ખુલ્લો જોતા અને રૂમમાં મુકેલ પતરાની તિજોરી ખુલ્લી જોતા અચંબો વ્યાપ્યો હતો.જેમાં સોના જુમ્મર ૧ જોડી,સોનાની ચેઇન ૧ નંગ,વીટી ૨ નંગ,લેડીઝ વીટી ૨ નંગ,ચાંદીના સાંકળા જોડી ૧ નંગ,ચાંદીનુ મંગળસુત્ર ૧ નંગ જેની કુલ કિંમત રૂ ૧,૧૬,૩૦૦,રોકડા રૂ.૧૦,૦૦૦ કુલ.૧,૨૬,૩૦૦ ની ચોરી થયાનું માલુમ પડતા નેત્રંગ પો.સ્ટેશનમાં ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.




