best news portal development company in india

આમોદમાં કૉંગ્રેસી કાર્યકરો તાલુકા પંચાયતને તાળાબંધી કરે તે પહેલાં જ પોલીસે અટકાયત કરી

SHARE:

– ભ્રષ્ટાચારથી ખદબદતી આમોદ તાલુકા પંચાયતમા મનરેગા,નલ સે જલ યોજનામાં કૌભાંડ
આમોદ,
આમોદમાં ડો.બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફૂલહાર કરી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા આજરોજ ભ્રષ્ટાચારથી ખદબદતી આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે તાળાબંધી કાર્યક્રમ કર્યો હતો.પરંતુ કૉંગ્રેસી આગેવાનો અને કાર્યકરો તાલુકા પંચાયત પહોંચે તે પહેલાં જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી હતી.
આમોદ તાલુકામાં મનરેગા,નલ સે જલ, શૌચાલય તથા અન્ય વિકાસ યોજનાઓમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.ગરીબ અને ખેડૂત વર્ગને મળવા યોગ્ય લાભ અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે મળી રહ્યો નથી.તેમજ અતિ વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થવા છતાં વળતર મળતું નથી.છેલ્લા ઘણા સમયથી નિયમિત T.D.O ની નિમણૂક ન થવાથી તાલુકા પંચાયતના કામકાજ પર ગંભીર અસર પડી છે.ત્યારે કૉંગ્રેસી આગેવાનોએ આમોદ તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરવાનો નિર્ણય કર્યો હતો.પરંતુ મોદી સરકારની પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી છે.ભાજપના આગેવાનો ઓન પેપર કામ બતાવી અનેક યોજનાઓમાં ભ્રષ્ટાચાર કરી પૈસા ઘરે લઈ ગયા છે.પાર્ટી ચલાવવા માટે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.
જ્યારે કોંગ્રેસ પક્ષે માંગણી કરી હતી કે ખેડૂતોને થયેલી પાકની નુકસાનીનું તાત્કાલિક વળતર ચૂકવવું જોઈએ.આમોદ તાલુકા પંચાયત ખાતે નિયમિત T.D.O ની નિમણૂક તાત્કાલિક કરવી જોઈએ.
કોંગ્રેસના કાર્યકરો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં વધુ મોટું આંદોલન હાથ ધરવામાં આવશે.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!