– તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર પાઠવી માંગણીઓ સ્વીકારવા રજૂઆત કરાઈ-
માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે આશા વર્કર અને આશા ફેસીલીટર બહેનો લડી લેવાના મુડમાં ન
નેત્રંગ,
ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાની આશા વર્કર અને આશા ફેસીલીટર બહેનો માસિક વેતન વધારો તેમજ કાયમી કરવા બાબતે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી એ.એન.સિંગ ને આવેદનપત્ર પાઠવી હડતાળ પર ઉતરતા ચકચાર મચી જવા પામી છે.જેમાંઆશા વર્કર અને આશા ફેસીલીટર બહેનો દ્વારા ભુતકાળમાં તેમના વેતન વધારો તેમજ તેઓને કાયમી કેવા બાબતે અનેક વાર રજુઆતો કરવામાં આવેલ છે.પરંતુ રાજ્ય સરકાર દ્વારા આજદિન સુધી તેઓની રજુઆતને ધ્યાનમાં લેવામાં આવતી નથી,અને આશા વર્કર અને આશા ફેસીલીટર બહેનોના વેતન વધારો કરવા માટે આજદિન સુધી કોઈ યોગ્ય જવાબ મળેલ નથી.ઉપરથી આશા વર્કર અને આશા ફેસીલીટર બહેનો કામગીરીમાં દિવસેને દિવસે વધારો કરવામાં આવેલ છે.ત્યારે આશા વર્કર બહેનોના જણાવ્યા અનુસાર,આજના આ મોંઘવારીના સમયમાં અમારું ઘર ગુજરાન ચલાવવું ખુબ મુશ્કેલ બન્યું છે.અમારી મુખ્ય માંગણી એ છે કે,માસીક વેતન વધારો તેમજ અમને સરકારી કર્મચારી જાહેર કરે.ત્યારે અમારી માંગણીઓ સરકાર દ્વારા ધ્યાને નહીં લેતા નેત્રંગ તાલુકાના આશા વર્કર અને આશા ફેસીલીટર બહેનો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે.કોઈ નિરાકરણ નહીં આવે તો તમામ આશા વર્કર અને આશા ફેસીલીટર બહેનો લડી લેવાના મુડમાં જણાઇ રહ્યા છે.




